________________
કાર્યાલય તરફથી અત્યારે પુ. ૧૫ મું પહોંચે છે. પુ. ૧૬ મું દસેક દિવસમાં આવશે. કાગળ મેળવવાની હાડમારીને લીધે પુ. ૧૭ અને ૧૮ ધાર્યા કરતાં મોડા શરૂ થયા છે. ૩૧-૧૦-૫૦ ના અરસામાં બહાર પડી જશે.
પુસ્તક સારી હાલતમાં રવાના કરવું તે અમારું કામ છે જ. પણ તે બાદ ટપાલ કે રેલ્વે ઉપર અમારે કાબ ન ગણાય. એટલે ગુમ થાય કે બગડે તે માટે અમે શું જવાબદાર લેખાઈએ! નહીં જ. તેમ પહોંચાડવાનું ખર્ચ ગ્રાહક તરફથી ન મળે ત્યાં સુધી તે કોઈ માથે ઉપાડે નહીં. એટલે વચલા માણસને પૈસા આપવા અને તે વહેલું મોડું કરે કે વાંધો ઉઠે છે. ઈ. કરતાં ટપાલ રસ્તે શું ખોટું !
વર્ષ એકના છ પુસ્તકે રજીસ્ટરથી મંગાવતાં ૬૪૦૦ રૂ.૧૫+૧૧ (૧૦ લવાજમના + બાદ છ વખતનું સાદું પોસ્ટેજન મળી રૂ.૧૨ પડે, અથવા છ એ પુસ્તકે એક વખતે કે ત્રણ ત્રણ મળીને બે કટકે (પહેલી વખતે વી. પી. થી મોકલાય ને બીજી વખતે સાદા રજીસ્ટરથી) મંગાવતા તે પ્રમાણમાં ખર્ચ ઓછું થશે. દરેકને શું અનુકુળ છે તે જણાવવા કૃપા કરશે. તો તે ઉપર વિચાર કરી, મોટા ભાગને ફાવે તેવી યોજના ઘડી, પુસ્તક નં. ૧૮ માં અમે જાહેર કરીશું.
અમે તે પડતર કિંમતે પુસ્તક આપીએ છીએ. બલકે ઓફીસ ખર્ચ અને સઘળી મહેનત કરીએ છીએ ને વટાવમાં. એટલે વધારે બોજ અમે ઉપાડીએ એમ સુજ્ઞ વાચકે નહીં જ છે. એજ વિ.