________________
લેખકનું પ્રાર્થન પ્રત્યેક વરસે દિવાળીના દિવસે મેટા ભાગના લોકો મારા પૂજન વખતે ચોપડામાં “કયવનાશેઠનું સૌભાગ્ય હશે એમ લખતા હોય છે. કેટલાક લેકે કયવનાશેઠ લખે છે અને કેટલાક લોકો કયતાશેઠ લખે છે.
એ યવન્નાશેઠને ઇતિહાસ ઘણા ઓછા લેકે જાણે છે. જુની પ્રથા પ્રમાણે પૂજન વખતે તેમના જેવું સૌભાગ્ય વચ્છતા કે તેમના જીવનના પ્રસંગોથી અજાણ હોય છે. તે સર્વેના માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી ગઈ પડશે.
મહારાજા બિંબિસારના સમયમાં ઘણું મહત્વના પ્રસંગો બની ગયા છે. મહાન ગણાતી વ્યકિતઓ પણ તેમના સમયમાં ઘણી થઇ ગઈ છે.
આ પુસ્તકનાં કેટલાંક પાત્રો ઐતિહાસિક અને કેટલાક કલ્પિત છે.
માનવીને તેનું ભાગ્ય કયાં, કયારે અને કેવી રીતે દેરી જાય છે, તેને તાદા દાખલે આ પુસ્તક આપી જાય છે. લગ્ને લગ્ને નવા વરરાજાનું પ્રતિબિંબ મહારાજા બિબિસારમાંથી મળી આવે છે. સ્વાથી જગતનું સ્વાર્થ માનસ ચેલા જ્યારે સુષ્ઠાને લીધા વિના બિખ્રિસારની સાથે નાસી જાય છે, તે પ્રસંગમાંથી સાંપડી આવે છે. પુત્ર પ્રત્યે માતા પિતાને પ્રેમ ધનેશ્વર અને સુભદ્રાના પાત્રોમાંથી મળી આવે છે. ગમે તેવા સંજોગોમાં સપડાયેલા અને ગમે તેવા રતે પોતાનું જીવન વિતાવતા પતિને પણ ખરા અંતરથી પતિ માનનાર પત્નીનું પવિત્ર હદય અને તેનું સતીત્વ ધન્યાના જીવનમાંના પ્રસંગે દર્શાવી આપે છે. કૃતિકા નીતિમાન પણ હોઈ શકે છે અને સંસાર પણ ત્યાગી શકે છે એ વાત અનંગસેના અને મહિલાનાં જીવન પુરવાર કરી આપે છે. ખોટા કાયદાઓ માનવીને કુકર્મો કરવા પ્રેરે છે, એ વાત ચાર સ્ત્રીઓને તે પડેલે માગ સ્પષ્ટ કરી આપે છે.