________________
૩૦૪
કયવનાશેઠનું સોભાગ્ય મુનિમજીએ શેઠાણી સામે જોયું અને શેઠાણીએ મુનિમણ સામે જોયું.
અભયકુમારે તેમને નયને દ્વારા વાતચિત કરવા પૂરતો સમય આપ્યો. - “ મંત્રીરાજઆપ જે માફી આપવાનું અને આખી ઘટના ગુપ્ત રાખવાનું વચન આપે છે, તો અમારી ભૂલ કે ગુન્હા-જે કહે તેનો એકરાર કરવામાં અમને વધે નથી.” મુનિમજી કહેવા લાગ્યા.
લગભગ બાર વરસ પહેલાં જિનદત્ત શેઠ ગૂજરી ગયા હતા. તેમનું મૃત્યુ અચાનક થયું હતું. આ પણ રાજયને કાયદો એ છે. છે કેઈપણ વ્યકિત નિઃસંતાન ગુજરી જાય તો તેની બધી મિલકત રાજ્યના ભંડારમાં જપ્ત થાય. એટલે જિનદત્ત શેઠની બધી મિલકત રાજ્યના ભંડારમાં જાય તેમ હતું, કારણ કે તેમને સંતાન નહેતું.
તેમના મૃત્યુની વાત ખાનગી રાખી. જે દિવસે તે મૃત્યુ પામ્યા તેને બીજે દિવસે વહેલી સવારે અહીં મુકામ કરીને પડેલી એક મોટી વણઝાર ઉપડવાની હતી. અમે એક યુકિત શોધી કાઢી. શેઠના મૃતદેહને કોઈને પણ ખબર ન પડે તે રીતે અમે દાટી દીધો. રાત્રે એકદમ શાંતિ વ્યાપી ગયા પછી અમે વણઝારના એક ખૂણે પડેલી એક બતને ઉપાડી લાવ્યા. તે સમયે તે જાગી ન જાય માટે તેને ઘેન ચઢાવનારી વનસ્પતિ સુંઘાડવામાં આવી હતી. કેઈને વહેમ ન જાય માટે અમે તેને બધો જ સામાન ખાટલા સાથે ઉપાડી લાવ્યા હતા. સામાન અને ખાટલો એક ખંડમાં છુપાવી રાખવામાં આવ્યાં. જેને ઉપાડી લાવવામાં આવ્યો હશે, તે યુવાન સુંદર હતો. તેને અમે એક • ખંડમાં મુક્યા. શેઠની ચારે જીઓને તેની સેવામાં મૂકી. તે સ્ત્રીઓ તેની પત્ની છે. હવે તેવી રીતે તેની સાથે વર્તવા લાગી. બીજે દિવસે સવારે અમે જાહેર કર્યું, કે રેડ અગત્યના કામ માટે બહારગામ ગયા છે. લગભગ પાંચેક વરસે તે ચ રે સ્ત્રીઓને એક એક પુત્ર છે . તે પુત્ર તે યુવકને પિતા તરીકે ઓળખવા લાગ્યા.