________________
એકરાર
૩૦ ૩
“કેટલા હતા ? “ચાર.” “તેમના મૃત્યુ સમયે તમે કયાં હતા? “ તેમની પાસે, “ અને તેમની સ્ત્રીઓ તથા પુત્રો ?”
તે પણ તેમની પાસે જ હતાં. ” “છોકરાઓ છ એક વરસના તો હશે, કેમ? " “લગભગ છ વરસનાજ છે.” એટલે તે સમજતા તો કહેવાય ખરુંને?" એટની ઉંમરના પ્રમાણમાં તો તે જરૂર સમજી શકે.”
એમની ઉંમરના બાળકો તેમના માતા પિતાને તે ખાત્રીથી ઓળખી શકે. ”
એમાં તે શંકા ન હોય.”
“આજે તે છોકરાઓ, તેમની ચારે માતાઓ અને આ શેઠાણી યક્ષના મંદિરમાં દર્શનાર્થે ગયાં હતાં ?”
“રાજાજ્ઞા હતી એટલે ગયા સિવાય કેમ ચાલે !”
તે વખતે એક પૂતળાને એ છોકરાઓએ તેમના પિતા તરીકે ઓળખી લેવામાં ભૂલ તો નહિ જ કરી હોય. “
મહામંત્રીના છેલા શબ્દો સાંભળીને શેઠાણી અને મુનિમછ– બંને ચમકયાં. મહામંત્રીએ તરતજ તે વસ્તુસ્થિતિ ઝડપી લીધી.
તમારે ગભરાવાનું કારણ નથી, મુનિમજી ! ” મહામંત્રી તેમને આશ્વાસન આપતાં બો૯યા. “આ બાબતમાં જે સાચી બાબત હોય તે કહી દે. હું તમને વચન આપું છું કે જે તમે સત્ય હકિકત વગર આનાકાનીએ જણાવી દેશો, તો આખી વાત ખાનગી રાખવામાં આવશે અને તમે જે ભૂલ કે ગુન્હો કર્યા હશે તેની માફી આપવામાં આવશે. "