________________
૨૭૨૯
કાવનાશેઠનું સૌભાગ્ય ખૂબ ઉહાસમય બની ગયું હતું. પક્ષીઓને કિલકિલાટ અને માનવોનો ઘવાટ તેના આનંદમાં વધારો કરતા હતા.
શત્રે પથારીમાં પડયા પડયા તેને પરિમલના વિચાર આવવા લાગ્યા.
બિચારી પરિમલ !
અને બીજાના સુખને ખાતર પોતાના જીવનને ભેગ આપનાર એ આદર્શવાદી યુવક-અનંતકુમાર !
કેવું સુંદર જોડું હતું! મારી મખનાં કારણે તેનું ખંડન થયું. હંસ ગયો ને હંસલી રહી! બિચારી પિતાનું જીવન કેવી રીતે વીતાવતી હશે!
પરિમલના મૃત્યુની તેને ખબર નહોતી. ધન્યાને આજે તેના વિષે તે પૂછી શકો નહોતો. તેના સમાચાર ન પૂછવામાં અને તેને ન મળવામાં પિતે મોટી ભૂલ કરી છે, એમ તેને લાગવા માંડયું. જે ધન્યા જાગતાં હોત તો તે અત્યારે જ તેને પૂછી લેત. પણ ધન્ય અને કલ્યાણ, બંને જણ નિદ્રાદેવીને આધિન થઈ ગયાં હતાં તે એકજ વિચાર વમળમાં અટવાઈ ગયો હતો.
વિચારતરંગ સમુદ્રતટંગ કરતાં પણ બહુ તોફાની હોય છે. સમુદ્રતરંગ તે અમુક સમયે જ તોફાને ચઢે છે, જ્યારે વિચારતરંગને માટે તો કઈ સમય કે સ્થાન નકકી હેતાં જ નથી. તે તોફાનને સમાવવા બહું મુશ્કેલ હોય છે.
કતપુણ્યના વિચારતરંગ પણ તેફાને ચડયા હતા. જેમ જેમ તે તોફાનને શમાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો, તેમ તેમ તોફાનનું જોર વધવા લાગ્યું.
અંતે કંટાળીને તે હતાશ બની ગયો. તેની તે હતાશતાને લાભ થઇને નિદ્રાદેવીએ તેને ઝડપી લીધે.