________________
પિતા પુત્રને મેળાપ
છે. હવે પોતે બાળક નથી રહ્યો.
ક૯યાણને શાળાએ જવાનો સમય થયો. તેણે તેની માતાને કહ્યુંઃ “માતાજી, હું શાળાએ જઉં છું. જે કંઈ ખાવાનું હોય તો આપે. •
પુત્રના શબ્દો સાંભળીને કૃતપુણ્ય બેલ્યો. “ કલ્યાણ, લે આ એક લાડવો લે જા. તારા મિત્રોને પણ તેમાંથી થોડે આપજે."
કૃતપણે પોતાની પાસેના ભાતાના ડબામાંથી એક લાડ કલ્યાણને આપે. કલ્યાણ તે લાડ કપડાના એક નાના ટુકડામાં વીંટાળીને લઈ ગયો.
તે ડબામાં ચાર લાડવા હતા. મૃતપુર્વે તેમને એકપણ વાપર્યો નહોતો. પુત્ર પ્રત્યેના પ્રેમને લઈને તેણે એક લાડ કલ્યાણને આપ્યો હતો. બાકીના ત્રણ તેજ ડબામાં પડી રહ્યા.
ધન્યાએ પતિના આગમનના શુભ પ્રસંગે મિષ્ટાન ભોજન બનાવ્યું હતું, એટલે તે લાડવામાંથી બીજે લાડવો વાપરવાની આવશ્યકતા ઊભી થઈ નહોતી.
કૃતપુણ્યના મગજમાં એક વિચાર ઘોળાયા કરતો હતો કે, જ્યારે ધન્યા અને કલ્યાણું પૂછશે કે “તમે કયાં ફરી આવ્યા છે ત્યારે શે જવાબ આપવે ? જ્યારે બીજી બાજુએ ધન્યા વિચાર કરી રહી હતી. કે, “પતિને કેવી રીતે પ્રશ્ન કરવો, કે જેથી તેમને માઠું ન લાગે. અને તે કયાં કયાં ફરી આવ્યા. તે જાણવા મળે,
બંનેના વિચારો આખો દિવસ ચાલ્યા જ કર્યો. ધન્યાએ વિચાર્યું કે, એક બે દિવસ પછી પૂછીશ. કારણકે, આજે જ બાર વર્ષે પાછા આવ્યા છે એટલે થાકી ગયા હશે. છે. બીજી બાજુ કૃતપણે વિચાર્યું કે, આજનો દિવસ તો પસાર થઈ ગયો છે. કાલની વાત કાલે.
સાંજે ત્રણે જણાએ સાથે બેસીને ભોજન કર્યું. ભોજન સાદું ? હોવા છતાં, કૃતપુને તે બહુજ મીઠું લાગ્યું. તેનું મન આજે