________________
પ્રકરણ ૩૭ મું
પિતા પુત્રને મેળાપ અરૂણોદયને થોડા સમયની વાર હતી. ધન્યા ઘરના કામમાંથી પરવારીને સ્નાન કરવાની તૈયારી કરી રહી હતી. તેનો પુત્ર કલ્યાણ સવારની કસરત માટે તેના કેટલાક મિત્રો સાથે કસરત શાળામાં ગયા હતા.
શિક્ષણ સાથે તેને શારીરિક શક્તિનો બહુ મેહ જાગ્યો હતે. પ્રત્યેક અવયવ સુદઢ અને સુડોળ કેમ બને, તેની તે ખાસ કાળજી રાખતો હતો. જ્યારે તે કસરત માટે પોતાના દેહ પરનાં વધારાના વસ્ત્રો કાઢી નાંખો અને કેવળ કસરત સમયે વાપરવામાં આવતી ચીજ પહેરી રાખતો, ત્યારે બાળ હનુમાનની સદઢ કાયાને સહેજે ખ્યાલ આવતો. કસરત શાળામાં તેને નંબર પહેલે જ રહેતો હતો.
આજે કસરત પૂરી થતાં પહેલાં જ તે કસરત શાળામાંથી પિતાના ઘેર જવા નીકળ્યો હતો. તેના શિક્ષકે વહેલા જવાનું કારણ પૂછતાં તેણે જવાબ આપ્યો કે, “મારે જરૂરનું કામ હોવાથી આજે વહેલા ઘેર ગયા સિવાય ચાલે તેમ નથી.”
તેના શિક્ષક જાણતા હતા કે, કલ્યાણ ખાસ કારણ સિવાય વહેલો ઘેર જાય નહિ. તેમણે વધું પૂછ પરછ કરવાનું યોગ્ય માન્યું નહિ.
જ્યારે કલ્યાણ ઘેર પહોંચ્યો ત્યારે તેની માતા ધન્યા સ્નાન માટેની તૈયારી કરી રહી હતી. પુત્રને અચાનક વહેલો ઘેર આવેલો જોઈને તેણે તેને સાશ્ચર્ય પ્રશ્ન કર્યો. “ આજે કેમ વહેલે આવ્યો, કલ્યાણ?”