________________
• બાજી સંકેલવાની શરૂઆત
२६५
શેઠની ઉંમર પણ થઈ ગઈ હતી. તેમને જિનદત્ત નામને એકને એક પુત્ર હતો. પુત્ર અને પેઢીની વ્યવસ્થા અને ઉન્નતિ તેમણે મુનિમછને સેપ્યાં. શેઠાણી રૂપવતીને પણ તેમના પર શ્રદ્ધા હતી. શેઠના મૃત્યુ પછી તેમણે કરેલી કદરના બદલામાં મુનિમજી એક નિષ્ઠાથી નાના શેઠની, કુટુંબની અને પેઢીની સેવા કરી રહ્યા હતા.
એકાએક નાના શેઠ મૃત્યુ પામવાથી તેમના માથે મોટી જવાબદારી આવી પડી. તે સમયે એ કાયદો હતો, કે જે માણસ નિઃસંતાન ગુજરી જાય, તેની બધી મિલકત રાજ્યના ભંડારમાં જાય.
| નાના શેઠના મૃત્યુ સમયે તેમને ચાર સ્ત્રીઓ હોવા છતાં એક "પણ સંતાન નહોતું તે કારણે શેઠની બધી મિલકત રાજ્યભંડારમાં જવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. તેના માટે કંઈક માર્ગ શોધી કાઢવાની આવશ્યકતા હતી. ખૂબ વિચારાતે તેમણે એક જ માર્ગ શોધી કાઢયો અને શેઠની વિધવા માતા રૂપવતીની સલાહથી તેમણે તે અમલમાં મૂક્યો. તે માર્ગનું પરિણામ તો ધાર્યું આવ્યું, પણ તેના માટે જે બાજી ખેલવામાં આવી હતી તેને સંકેલી લેવા માટે નવો માર્ગ શોધવાની આવશ્યકતા પાછી ઊભી થઈ હતી.
અને તેમાં પણ મુનિમજીએ પોતાની બુદ્ધિનો યોગ્ય ઉપયોગ