________________
ગાઢ પરિચયમાં
૨૪૩
અને તેટલી વધુ કાળજી રાખવાની માતાજીની ફરજ છે, અને પતિનીઆપની અમારા પ્રાણ કરતાં વધારે કાળજી રાખવી તે અમારી ફરજ છે.
“ એતા ખાલી અહાનાં છે, અભયા !” કૃતપુણ્ય નિરસ સ્વરે કહેવા લાગ્યા. અસત્ય ભાષા માણસને અધેાગતિને પંથે લઈ જાય છે એ વાત તારા જેવી શાણી સુઉંદરીએ ભૂલવી ન જોઇએ. પાપ ગુન્હા, અત્યાચાર અને અનાચારનાં મૂળ અસત્ય છે, એક વાર માણુસ અસત્ય ખેલતા થાય છે, પછી તેને તેમ કરવામાં નવીનતા ભાસતી નથી, તેમજ એક વખત અસત્ય મેલેલા માણુસ અનેક વખત અસત્ય ભાષણ કરતા થઇ જાય છે. અભયા, જેમ એક ગુન્હા છુપાવવા માટે અનેક ગુન્હા કરવા પડે છે, તેમ એક અસત્ય છુપાવવા માટે અનેક અસત્ય વાતાવરણ ઊભાં કરવાં પડે છે. તમારા જેવી સંસ્કારી સન્નારી અને માતાજી જેવી યુવાની વટાવી ચૂકેલી પ્રોઢા અને વૃદ્ધાએ જો અસત્ય ખેલતી થાય, તે! આર્યાવર્તના સસ્કારની જે જાહેાજલાલી આખા જગતમાં પ્રચલિત છે, તે ટકી રહે ખરી ? અભયા, સત્ય અને અહીંસા તેા જગતની સમૃધ્ધિના પાયા છે. આ વતની કીર્તિનાં અને ઉધ્ધારનાં એ મૂળ છે. આર્યભૂમીની એ જાહેોજલાલી છે. ઋષિ મુનિઓએ અને મહાપુરૂષોએ સત્ય અને અહિંસાના જે ખીજ વાવ્યાં છે. તેનુ ઉચ્છેદન આપણાથી ન કરી શકાય. તેમણે પોતાનાં તન, મન, ને ધન અપીને તે વૃક્ષોને મેટાં કર્યાં છે. આપણે આજે તે વૃક્ષાનાં અમૃત જેવાં ફળે! આરાગી રહ્યા છીએ. એક વૃક્ષ મીઠાં ફળ આપતુ હોય, તેને વગર સમજે અને મૂખ' બનીને વિના કારણુ ઉચ્છેદી ન નંખાય અભયા ! કાણુ વૃક્ષને ઉ૰તાં વાર નથી લાગતી, પણ તેને ઉછેરતાં વાર લાગે છે. જે મકાનને આપણે એકજ દિવસમાં તેાડી શકીયે છીએ તે મકાનને તૈયાર કરતાં કેટલાયે દિવસેા લાગ્યા હેાય છે, એ આપણે ભૂલવું ન જોઇએ.
目