________________
- ૨૪૨
કયવનાશેઠનું ભાગ્ય મેં કોઈના ચહેરા પણ જોયા નથી.” તેના શબ્દોમાંથી પરવશતાની અકથ્ય વેદના ઝરતી હતી.
કૃતપુણ્યના શબ્દો સાંભળીને તરત જ અભયારે પિતાની ભૂલ સમજાઈ આવી. માનવસ્વભાવ પ્રમાણે તેને લાગેલું કે આખા નગરમાં જે વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી. તે વાત કૃતપુયે પણ જાણી લેવી જોઈએ. પણ હવે તેને ખ્યાલ આવ્યો કે પતિને તે પરવશ બનાવીને રાખવામાં આવ્યા હતા.
કૃતપુણ્યને આવા વૈભવવિલાસમાં પણ ધન્યા અને સાદુ છતાં સ્વતંત્ર જીવન-ભૂતકાળ યાદ આવ્યાં.
પ્રત્યેક માનવ, પ્રત્યેક પશુ પક્ષી અને પ્રત્યેક જીવજંતુ સ્વતંત્રતા ઇચ્છે છે. પરતંત્રતાનું અસહ્ય દુઃખ કાઇને પ્રિય હેતું નથી. કોઈ પણ પક્ષીને પાંજરામાં પૂરવામાં આવે તો તે પાંજરૂ તેને બંધન સમુંજ ભાસવાનું. પછી ભલે તે સોનાનું હોય કે હીરા માણેકે જડેલું હોય. પાંજરૂ એ તો પાંજરૂ જ છે.
પિતાની ભૂલ સુધારતાં અભયા બોલી; સ્વામિ ! એ તો હું ભૂલી જ ગઈ કે આપ બહાર નીકળતા નથી.”
“હું કેવી રીતે બહાર નીકળી શકું, પ્રિયે? મારી તો ઘણી ઇચ્છા છે કે હું સ્વતંત્ર વાતાવરણમાં હરૂં ફરું, નગરજને સાથે આનંદમાં સમય વીતાવું, ને ખુલ્લી હવાનો ઉપભોગ કરું. પણ તમે લેકે તો મને બંધનમાં જ રાખી મૂકે . હું ક્યાં છું તે પણ જાણવા દેતા નથી.”
આપની સમજ ફેર થાય છે, નાથ!” અભયા નમ્ર સ્વરે પતિને પિતાની પરવશતાનું ભાન ભુલાવવાનો પ્રયત્ન કરતાં બોલી, “આપ પરવશ નથી. આપને બહાર ન જવા દેવાનો ઉદેશ એ છે, કે આપને તડકો છાંયો ન પડે. બહારનું કલુષિત વાતાવરણ, લોકેાનાં કઠેર વચન અને સુખની અખંડ ધાર ન તૂટે; એ કારણેજ માતાજી આપને બહાર જવા દેતાં નથી. આપે એને પરવશતા માનવી ન જોઈએ. પુત્રની