________________
પ્રકરણ ૨૭ મું
અનંગસેનાના પત્રો અનંતકુમારના ખૂનના સમાચાર આખા નગરમાં પસરી ગયાજે લોકે તેને ઓળખતા હતા, તેમણે તેના સદ્દગુણોનાં ગાન ગાતાં માતા સમશાન યાત્રામાં ભાગ લીધે. જે લેકે તેને ઓળખતા નહેતા, તેમણે તેની દયા ખાધી.
કોઈ પણ માણસનું ન થાય ત્યારે લોકો તેના પ્રત્યે સહજજ સહાનતિ દર્શાવે છે. તે સમયે મરનારના દુગુણે પ્રત્યે લક્ષ આપવા જેટલી ધૃષ્ટતા હજી માનવ સમાજમાં પ્રવેશી નથી. મરનારના સદ્ગુણોની ગાથાઓ ગવાતી હોય છે. મૃત્યુસમયે શત્રુતા પણ ભૂલી જવાય છે.
અનંતકુમારના દુર્ગુણો કોઈના જાણવામાં રહેતા અને તે દુર્ગણી નહતો, એ વાત પણ નિર્વિવાદ હતી. તેના કપટ રહિત આચાર વિચાર ઘણા લેકાના જાણવામાં હતા.
રાજના માણસોએ તરતજ ખૂનની તપાસ આરંભી દીધી. અનંતકુમાર કાનારીઓના આવાસ તરફથી આવતો હોય કે તે તરફ જતો હેય, એમ જોનારને લાગતું હતું. રક્ષાને પણ તેવીજ ખાત્રી થઈ ચૂકી હતી.
તપાસ કરતાં તે લેકેને જણાઈ આવ્યું કે કૃતપુણ્ય નામને એક યુવક અનંગસેનાને ત્યાં રહેતો હતો. તેને મળવા માટે મરનાર વારંવાર જતો હતો. શા કારણથી કોને ખબર, પણ કુતપુણ્ય આજે