________________
ચરણકમળની દાસી
૧૯૧
સ્થિર થઈ. દેહ પર સાદાં સ્વચ્છ પણ થીગડાં મારેલાં વસ્ત્રો તેની નજરે પડયાં. આજુબાજુ નજર કરતાં કંઈ સાધન નહોતું. ભીંત પર એક અભરાઈ હતી. તેના પર થોડાં વાસણો હતાં. બાંધેલી દેરી પર એક જોડી વસ્ત્રો લટતાં હતાં.
ફરીથી તેણે ધન્યાના દેહ પર નજર કરી. તેની ધારણું નિષ્ફળ નીવડી. દેહ પર સોનાનું નામ નિશાન પણ નહતું. ગળામાં મંગળ સત્ર પણ નહતું. અનંતકુમારે તેને કહ્યું હતું કે, “ધન્યાએ પિતાનું મંગળસૂત્ર અનંગસેનાને તેની દાસી મારફતે મોકલી આપ્યું છે. તેને તે વખતે તે શબ્દો સત્ય ભાસ્યા નહોતા. આજે તેને સ્પષ્ટ જણાઈ આવ્યું. તેને વિચાર આવ્યો. “શું પોતે વિલાસમાં આટલે બધો નીચે ઊતરી ગયો ?
તેને વિચારમાં ગુંથાયેલો જોઈને ધન્યા બોલી. “સ્વામિ ! હવે સૂઈ જાવ. તબીયત બગડશે.”
કૃતપણે પત્નીના શબ્દો સાંભળીને આજુબાજુમાં નજર ફેરવી. પોતે એક નાના બિછાના પર બેઠે હતો. બાજુમાં ધન્યા બેઠી હતી. તે બિછાવેલી એક ગાદી સિવાય બીજી ગાદી ઘરમાં હોય એમ તેને લાગ્યું નહિ. તેણે પ્રશ્ન કર્યો. “તારી ગાદી કયાં છે ધન્યા? 2 “આ રહી.” કહીને ધન્યાએ પતિની ગાદીની પાસે પાથરેલું -એક નાનું પાથરણું બતાવ્યું.
“તું આના પર સૂઈ જઈશ ?” “એમાં શું વાંધો છે, સ્વ મિ?” “આના પર સૂવાથી શરીર ને દુઃખે ?? “હ તો ટેવાઈ ગઈ છું.”
કતપુણ આશ્ચર્ય પામ્યો. તે વિચારવા લાગ્યો. આવા કપરા સંજોગોમાં અને આવાં કષ્ટોમાં પણ જીવન વિતાવતી પતિપરાયણ
સ્ત્રીના જીવનની સાથે કોઈ પણ પુરૂષનું જીવન સ્પર્ધામાં ટકી શકે ખરું ?' - “ધન્યા, તું આ ગાદીમાં સૂઈ જા.” કૃતપુણ્ય બોલ્યો, આજે