SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કવનાશેઠનું સૌભાગ્ય છે. ઉપભેગ કરનાર તુલના કરવાને અશક્ત હોય છે; તુલના કરવાને લાયકતો નિઋહિ જ હોય છે. તેના મનમાં પક્ષાપક્ષ હોતો નથી. રાગ કે દેશ પણ હેતો નથી. વિશ્વાસ કે અવિશ્વાસ હેતો નથી. તે તે સત્યને જ પક્ષ લે છે, જેમ ન્યાયાધિકારી ન્યાય માંગવા આવનારાઓને સમદષ્ટીએ જોઇને ન્યાયનો પણ લે છે તેમ. મહારાજા બિંબિસાર રૂપગુણના ભોકતા હતા, લને લગ્ન નવા વરરાજા કળીયે કળીયે ભમતા બમરની તેમને ઉપમા અપાતી હતી, અને મોટા ભાગના રાજા મહારાજાઓ તેવાજ હોય છે. ભર યુવાનીમાં પ્રવેશી ચૂકેલા હત્યમાં કવિની કલ્પનાઓ સમાઈ જવા લાગી. રવિના દ્વિતીય દેહ સમી અપ્સરાના પ્રત્યેક અંગેપાગમાંથી સોદય કાવ્ય ઝરવા લાગ્યા. શંખાકાર નયનેમાં વિદ્યુતનું તેજ ચમકવા લાગ્યુ. પરીનું રૂપ ધારણ કરનાર નતિક સ્વર્ગની સત્ય પરી સમી ભાસવા લાગી. રાજગુહીના સ્થાપક રાજરાજેશ્વર મહારાજા બિબિસારની રાજસભા સ્વગ'ના ઇન્દ્રદેવની સભા સમી દીપી ઊઠતી હતી. મલકાનું નૃત્ય ધીમું પડવા લાગ્યું. વાછાના સુર પણ ધીમા પડવા લાગ્યા. નૃત્યમાંથી અમૃત પીનાર પ્રેક્ષકાની તૃષા છીપાઈ ન હોવાં છતાં, નતિકા અત્યંત પરિશ્રમને અંતે શ્રમિત બનવા પામી હતી. તેણે છેવટને પ્રયોગ શરૂ કર્યો. તેની બંને પાંખા પાણીની પેઠે ધીમે ધીમે હાલવા લાગી. લોકોને લાગવા માંડ્યું કે હમણુ પરી ઊડી જશે આ સ્થાન ખાલી પડશે. અને તેના હાવભાવ પણ તેવા જ બનવા લાગ્યા. જાણે પિતે ઊડવા માટે તત્પર થઈ હોય–ઊડવાં પણ લાગી હોય; તેમ અંગુઠા પર ચાલવા લાગી. પ્રેક્ષકેનાં હૃદયમાં પણ ઉડયનનુ વાતાવરણ જામવા લાગ્યું. પરી પોતાને સ્થાને-કમળમાં આવી પહોંચી બંને હાથ ભેગા કરી મહારાજા પ્રત્યે ધર્યા હળવે હળવે તે પિતાની કાયા સલવા
SR No.022892
Book TitleKayvanna Shethnu Saubhagya
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSanskruti Rakshak Sastu Sahitya Karyalay
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy