________________
અનંતકુમારની જીત થાય છે
૧૭૩
કૃતપુ તારી બુદ્ધિ કેમ બહેર મારી ગઈ છે?
મહારાજાએ ઉજવાયેલા ઉત્સવમાંથી લોકોએ કેટલું સરસ સાર ગ્રહણ કર્યો છે. સતી સુંલસાના બત્રા પુત્રના બલીદાનર્થ લોકેને કે ઉત્તમ દાખલો મળે છે. જયારે તેને સર્વ કરતાં ઉધે રસ્તો સૂઝ છે.
હવે તારી પત્નિ પાસે એવી કોઈ પણ વસ્તુ ત્યાં કે, જો બીજી વખત અનંગસેનાની દાસી આવે ત્યારે તેને તે આપે. એ વખતે તારી શી દશા થશે તે ખબર છે
લક્ષ્મીનંદનોને ચુસતા, સતી સ્ત્રીઓથી પતિઓને વિખૂટ પાડતી, માતાપિતા પાસેથી તેમના પુત્રને ઝૂંટવી લેતી ચૂડેલો સમ અનેક ગણિકાઓમાંની જ આ એક તારી પ્રિય બનેલી અનંગસેના છે. ધન પાસેથી હવે તેને જયારે કંઈજ નહીં મળે, ત્યારે તે તને જાણે ઓળખતી જ ન હોય, તેમ હાંકી કાઢશે. અને તે પણ હાથ ઝાલીને નહી, પણ લાત મારીને. તરસ્યો હોઈશ, તે પણ પાણી નહિ આપે. માંદે હાદશ તે પણ દવા નહિ આપે.
એ વખતે તારી આંખે પરના પડદા દૂર થશે. તારી વાસનાઓ જળીને જમ થશે. તારા વિલાસી વિચારોને સ્થાન નહિ હોય. તારે ભાગને સ્થાન નહિ હોય.
ભાઈ ! એ પ્રસંગે ઉપસ્થિત થાય, તે પહેલાં ચેતી જા. હું તને હાથ જોડીને કહું છું કે, એક વખત મારા પર કૃપા કર. સતી ધન્યા પર દયા કર હું તને કરગરીને કહું છું કે એક વખત મારું માની જા.”
અનંતકુમાર શ્વાસ ખાવા થા. તે ઘાણ બેયો હતો, કદાચ તેના જીવનમાં તે પહેલી જ વાર આટલું બધું એકી સાથે બેલ્યો હશે. તેનાં નયનોમાંથી આંસુ ટપકતાં હતાં તેના સ્વરમાં કંપ પ્રવેશી ચૂક હતો. તેનું હૃદય ભરાઈ ગયું હતું, ગળામાં ભરાઈ આવ્યા હતા. જબ થાયરાતી હતી.
પિતાના સ્વચ્છ સફેદ વસ્ત્ર વડે તેણે પોતાના આંસુ લૂછ..