________________
વનાશેઠનું સોભાગ
જાળ કહેતે હતો, વિલાસને નરક કહેતો હતો, વાસનાને વિષ્ટા કહેતો હતો. આજે તે બધું તું શાથી ભૂલી ?
માનની કંગાલિયત ટાળવા, પશુઓના પિકારી સમાવવા, ને માનવતાને સંપૂર્ણ વિકાસ સાધવાની તારી વાતો ક્યાં ગઈ
આ તારે ચહેરે . તેના પરનું તપસ્વી જેવું તેજ કયાં ગયું? આ તારો હાડપિંજર જે ભાસતો દે છે. અહીં વૈભવ વિલાસમાં મહાલતો હોવા છતાં દેહમાનું કૌવત કેમ ગયું? તેજ મારતાં અને અમી વેરતાં સૌમ્ય નયનોને તું એક વખત દર્પણમાં જે. તેમાં તેને તેજ દેખાય છે? નયનોનાં રત્નો ઊંડા ઊતરી ગયાં છે. નયનોની જગ્યાએ બે ખાડા દેખાય છે. ગમે તેવી મહામોલી માત્રા
ખાવા છતાં, અતિશય વિષયથી શરીરમાંનું કેવત ધટયા સિવાય રહે . ખરું? પહેલાં તને નિહાળનાર માણસ જે તને આજે જુએ તે
ઓળખી પણ ન શકે! - અને આંખમાં કાજળ શું! તને એ શોભે ખરું?
તારી જાહેરજલાલી નાશ પામી છે. તો માતાપિતા પુત્રનાં વિચગે રીબાઈ રીબાઈને ગે સીધાવ્યાં છે. પતિના મેળા પની આશાએ જીતી વન્યા મજુરી કરીને જીવન વિતાવતી એક ભાંગેલા ખંડીયેરમાં અસુ સારી રહી છે. માતા પિતાની અને ભાઈઓની ઓથ હેવા છતાં તારી પનિ શ્રી ધર્મ ન ભુલતાં શ્વસુર પક્ષમાં પડી હી છે.
એવી સતીને ત્યાગીને આજે તું એક ગણિકાના મોહમાં અંધ બનીને આ વિલાસભુવનમાં પડી રહ્યો છે. અનબસેનાની દાસી જયારે તારે ત્યાં પૈસા લેવા ઓવી, ત્યારે તારી સતી સ્ત્રીએ શ્રી ધર્મ સમજીને પતિ તરફથી માગવા આવેલી દાસીને છેવટનું સૌભાગ્ય ચિન્હ સમુ મંગળસુત્ર પણ ગળામાંથી કાઢી આપ્યુ. પત્નિના મંગલસુત્રને પણ વિલાસની હેડમાં મૂકનાર તારા જેવા અવિચારીને મારે શું કહીને સંબોધવ ?