________________
૧૫૬
કયવનાશનું સોભાગ્ય
ખુલાસો તેના હૃદય તરફથી જ મળી રહેતો હોય છે. કાર્યની સફળતા કે નિષ્ફળતાનાં મૂળ વગર જોડાણે કે વગર પશે આત્મા સાથે સંબંધ ધરાવતાં હોય છે.
આજે અનંતકુમારને અનંગસેનાને ત્યાં જવામાં બહુ ઉત્સાહ નહતો. તેને આત્મા જ તેને કહી રહ્યો હતો કે, આજનું અત્યારનું ગમન નિષ્ફળતામાં જ પરિણમશે.
ધનવશેઠની આંખે પુત્રનાં અંતિમ દર્શન માટે ખેંચાઈ રહી હતી. તેમના મૃત્યુની છેલી ઘડિઓ પુત્રના આગમનની આશામાં પસાર થઈ રહી હતી.
થોડા સમયમાં તો અનંતકુમાર જઈને પાછો આવ્યો. તે અનંગસેનાના મકાને ગયો ત્યારે ધનેશ્વરશેઠ પાસે પૈસા લેવા જનારી દાસી મુખ્ય દરવાજા પાસેથી પસાર થઈ રહી હતી. તેની દષ્ટિ અચાનક અનંતકુમાર પર પડી. તેણે પ્રશ્ન કર્યો, " કોનું કામ છે, ભાઈ ?”
તપુણકુમાર છે? ” રસહીન અવાજે અનંતકુમારે પૂછ્યું. થોડા સમય પહેલાં જ તે અને અમારાં બા બહાર ગયાં.' દાસીએ કહ્યું. ખરી રીતે તે તદન અસત્ય જ બોલી હતી. અનંતકુમાર પણ તેના શબ્દો માનવાને તૈયાર નહોતે.
“કયારે પાછી ફરશે?” તેણે પ્રશ્ન કર્યો. “ લગભગ મધરાતે.” દાસી બોલી. “કયાં ગયાં છે?”
“તેની મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે તે ફરવા ગયાં છે.” - “તે મધરાત સુધી ફર્યા કરશે ? ”
તેમનું કંઈ કહેવાય નહિ. એ તો મધરાતે પણ આવે ને સવારે પણ આવે.”
તો હું મધરાત સુધી અંદરના બેઠક ખંડમાં તેમની રાહ