________________
ધનેશ્વર શેઠને સ્વર્ગવાસ સુભદ્રાદેવીની અંતિમ ઘડિઓ ગણાઈ રહી હતી. પત્ની ધન્યા એધાર આંસુએ રડી રહી હતી. અનંત કુમાર અને તેની પત્ની પરિમલ તેમને આશ્વાસન આપી રહ્યાં હતાં.
મોટું મકાન વેચાઈ ગયું હતું. આભૂષણોમાં પણ ફક્ત સુવર્ણની બે બંગડીઓ અને એક નાનું મંગળસૂત્ર ધન્યાના દેહ પર રહ્યાં હતાં. સુભદ્રાદેવી તો તદન ઝવણ હિન જ હતાં.
લાં તેર વીખેર થઈ ગઈ હતી. મોટા ભાગની લક્ષ્મી ધનશ્વર શેઠે પુત્ર પ્રેમને લઈને અનગસેનાની દાસીને કહેવાતી પુત્રની માંગણીને સંતોષવામાં આપી દીધી હતી. કેટલોક ભાગ દુકનાના માણસો પચાવી પડયા હતા. પરીણામે મેટું ઘર વેચવું પડયું હતું. તેની બાજુમાં જે મકાન પરચુરણ સામાન ભરવાના કામમાં આવતું હતું, તે તેઓ વાપરવા લાગ્યાં હતાં. સદ્દભાગ્યે તે પોતાની માલિકીનું હેવાથી ભાડું ચૂકવાની ઉપાધિ નહોતી. વેપાર તે કયારનેયે બંધ થઈ ગયે. હતો. દુકાન પણ વેચી નાંખવામાં આવી હતી.
સંધ્યાનો સમય હતો. બિમાર સાસુ સસરાને થોડું થોડું દૂધ પાઈને, બએ ટીંપા મેમાં નાંખીને પુત્ર વધુ ધન્યા તેમને આછો પવન નાંખા રહી હતી. બાજુમાં અનંતકુમાર અને પરિમલ બેઠાં હતાં. બંનેના ચેહરા ગંભીર જણાતા હતા. પુત્રની છેલ્લી મુલાકાત માટે માતા પિતાનાં હૈયાં તરફડી રહ્યાં હતાં. મરતાં મરતાં પણ પુત્રનું મુખ જોવાની તેમની ઈચ્છા અતૃપ્ત રહી જતી હતી.
પરિમલ અને ધન્યાના કહેવાથી અત્યગ્રહથી અનતકુમાર કૃતપુણ્યને છેલ્લા સમાચાર આપવા જવા માટે તૈયાર થશે. આજ તેનું મન કહ્યું કરતું નહોતું. કારણથી કોને ખબર, આજે તેના મિત્રને મળવા જવામાં તેને ઊમંગ એ નહતો.
ન છૂટકે તે અનંગસેનાના આવાસે જવા માટે ઘરમાંથી બહાર નીકળ્યો. તેને બંને વડિલેની માંદગી ગંભીર લાગતી હતી.
માણસને પોતાના કાર્યમાં યશ મળશે કે કેમ, તે બાબતને