________________
૧૪૨
- કાવનાશેઠનું સૌભાગ્ય બતાવ્યું. મહારાજાને પોતાની બુદ્ધિવડે આકર્ષ્યા અને અંતે પિતે પિતાને અને માતા સુનંદાનો પરીચય આપ્યો.
મહારાજા બિબિસાર શરમિંદા બની ગયા. સુનંદા જેવી સુલક્ષણી પત્નીને ભૂલી જવા જેટલી મંદ યાદશક્તિ તેમનામાં માંથી પ્રવેશી, તે તે સમજી રાકયા નહિ. તેમણે તરતજ સુનંદા અને પુત્ર અભયકુમારને સન્માનસહ રાજમેહેલમાં પ્રવેશાવ્યાં.
સુનંદાને પટરાણી તરીકે સ્થાપી અને અભયકુમારને તેની -બુદ્ધિ જોઈને મંત્રી મંડળના વડાનું સ્થાન આપ્યું.
- એવા મહારાજ બિંબિસારના પ્રેમમાં પડનાર આમ્રપાલીની કથા અનંતકુમાર પિતાના મિત્ર કૃતપુને સંધ્યા સમયે અનંગસેનાના મકાનમાં એક વાતાયનની પાસેના સુંદર આસન પર બેસીને સંભળાવી રહ્યો હતો.