________________
આછી રૂપરેખા
૧૨૫
પોતાની શક્તિ અને બુદ્ધિને પરચો બતાવતો કુમાર અને સ્થાએ પરિભ્રમણ કરતો કરતે બેંગાતટ નયર સ્થાયી થયા.
એ સમયે બેન્નાતટ નગર એટલે ચોરાશી દેશના વેપારનું કેન્દ્ર. દેરાસના વેપારીઓની પેઢીઓ ત્યાં ચાલતી. કેટયાધિશોની પતાકાઓ ત્યાં ફરફરતી. જમના કોઈપણ ભાગમાં ન મળતી વસ્તુ ત્યાં મળી રહેતી.
દેશદેશના પ્રતિનિધિઓ ત્યાં રહેતા. જે વેપારીની પેઢી માં ન હોય, તે વેપારીની શાખ ઓછી ગણાતી. શાહસોદાગરો અને ધનિક ત્યાં શોભતા. નતિકાગ્રહોને અને હુન્નરશાળાઓને ત્યાં સારી પ્રાપ્તિ થતી.
જળપાન અને સ્થળપત્તનમાં તેની બરાબરી કરી શકે તેવું બીજું કોઈ સ્થળ નહોતું.
એવા મહાન નગરમાં કુમાર બિગ્નિસાર સ્થાયી થયો. તેનાં શુભ પગલાંના કારણે તેને ઈદ્રદત્ત શ્રેષ્ઠિને ત્યાં આશ્રય મળે. તેની બુદ્ધિ અને કાર્ય કૌશલ્ય જોઈ તેના આશ્રયદાતાએ તેને પોતાની પેઢીમાં સારા પગારે રાખી લીધે. રહેવાનું અને જમવાનું પણ તેને શ્રેષ્ઠિને ત્ય થયું. -
પણ બિખ્રિસાર મહાન સંયમશાળી !
ઈદ્રદત્ત શ્રેષ્ઠિને એકની એક લાડકવાયી દિકરી. બીજું કાઈ સંતાન ન હોવાથી તેને તે પુત્ર સમાન માનતા.
નામ ૫ણ કેટલું બધું મોહક ! સુન દા.
સુનંદાની માતા કલ્યાણીને પ્રેમ પુત્રી પર એટલે બધા હતા કે, જાણે પુત્રી સિવાય જીવનમાં બીજો કોઈ રસ જ ન હોય. પુત્રીને પુત્ર સમાન ગણીને તેને ધાર્મિક અને શારીરિક શિક્ષણ આપવામાં કચાશ રાખી નહોતી. રસ્ત્રાસ્ત્ર વાપરવામાં તેને કુશળ બનાવવામાં ૧ જ્યાં જળમાર્ગ હેચ અને વહાણે નાંગરી શકાતાં હોય તે ભૂમી. ૨ જ્યાં સ્થળ માર્ગ હોય તે.