________________
૧૧૪
કયવનાશેઠનું સૌભાગ્ય હું તે માનતો હોઉં છું. '
પણ તારું અધઃપતન મારાથી જોયું જતું નથી. તારા માતા પિતાનાં અસુ અને તારી સતી સ્ત્રીને વિરહ મારા આત્માને જળાવી નાંખે છે. તું જાણે છે કે, તારી લક્ષ્મી મહીને મેં કોઈ દિવસ તારે ત્યાં આવવાનો પ્રયત્ન કર્યો નથી. શાલિભદ્ર અને ધન્યકુમારની શ્રીમંતાઈ તરફ આકર્ષાઈને હું તેમને ત્યાં જતો નથી. હું તો ફક્ત આવ્યો છું મિત્ર ફરજ બજાવવા માટે, માનવધર્મ બજાવવા માટે.”
બોલતા બોયતો અનંત અટક્યો. તે પુણ્યના ચહેરાનું બારિકાઈથી અવલોકન કરવા લાગ્યો. પોતાના કથનની મિત્ર પર શી અસર થાય છે, તે જોવાને, જાણવાને તે થોડા સમય થોભે.
કતપુરના ચહેરા પર કેટલાય પ્રકારના ભાવો આવીને વિસર્જન થઈ ગયા. અનંત તેમાંના કેટલાક ભાવોને પકડી શકે.
તને પસ્તાવો થાય એ સ્વાભાવિક છે, કૃતપુણ્ય.” તે આગળ કહેવા લાગ્યા. “કોઈપણ સંસ્કારી યુવકને પિતાની ભૂલ સમજાય ત્યારે તેને જરૂર પસ્તાવો થાય,
“અનંત, કૃતપુણના અવાજમાં ફરક પડી ગયો હતો. “તું આવી વાત કરવા માટે મારી પાસે આવ્યો છે ? ”
ના. ”
ત્યારે ? "
“હું તે તને તારી સ્થિતિનું, તારી અધોગતિનું ભાન કરાવવા આવ્યો છું.”
મારે હમણાં આવા શબ્દો સાંભળવા નથી. જે તુ આટલા માટે જ અહીં આવ્યું હોય તો મહેરબાની કરીને હમણાં જ ચાલ્યો જા. મારે જયારે આવા શબ્દો સાંભળવા હશે, ત્યારે હું જાતે જ તારી પાસે આવીશ' કૃતપુણ્યના સ્વર પરથી સ્પષ્ટપણે સમજી શકાતું હતું , તે મુંઝાઈ ગયો છે. માતા પિતાને આંસુ અને પત્નીની વિરહી આસ્થા સાંભળીને તેના હૃદયમાં વસેલા જૂને સંસ્કારો સરવળવા