SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ ખંડ ૧૨ મે આવતું હોય એમ લાગે છે. પહેલાં હું કહી ગયો છું તેમ વિદ્યાના હેતભૂત વિચાર, ઉચ્ચાર અને આચારની ખીલવણી, સ્મરણશકિતનો વિકાસ, વિનય, શિસ્ત, અને સેવાભાવ વગેરે બાબતે ઓછી થતી જતી હોય એમ સ્પષ્ટ દેખાય છે, જો કે આ વસ્તુઓનો પોકાર ઘણો થાય છે. દાખલા તરીકે શિસ્તની વાતો નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા લોકો કરે છે, પણ ખરી રીતે “ડિસીપ્લીન’ શી વસ્તુ છે, એને બહુ જ ઓછા લોકે સમજે છે અને આચરતા પણ બહુ જ ઓછા દેખાય છે. કેઈ પણ પ્રકારના નિયમનું પાલન એ શિસ્ત છે. જુદી જુદી જાતના મનુષ્યની સાથે જુદા જુદા સમયમાં વ્યવહાર કેમ રાખવો એ શિસ્ત છે. પણ આ શિસ્તનું પાલન કેટલું થાય છે ? સાધારણ વિચારભિન્નતા થાય એટલે એક બીજાનો વિરોધ કરવાને માટે માણસ તૈયાર થાય છે. એ વિરોધ ત્યાં સુધી વધે છે કે સાધારણ સભ્યતાનું પણ ઉલ્લંઘન કરી જવાય છે. કોણ કહી શકે કે આ શિસ્તનું પાલન છે? આવી રીતે શિસ્તનો ભંગ ક્યાં નથી થતો? આજના વિદ્યાર્થીઓની ઉદ્ધતાઈ, ઉછુખલતા અને સ્વચ્છેદવૃત્તિનાં જ્યારે જયારે હું દર્શન કરૂં છું ત્યારે ત્યારે મને ઘણું લાગી આવે છે. એક સામાન્ય જચિત વ્યવહાર પણ આજના કહેવાતા કેટલાક શિક્ષિતો, વિદ્યાર્થીઓ, યુવક' ન રાખે, ત્યારે ભારે ખેદ થાય છે. આ દેવ તે દેવો કેને? શું આજનાં શિક્ષણમાંથી કંઇક આવી વસ્તુ તે ઉત્પન્ન નહિ થતી હોય ? આ તે મેં એક સામાન્ય વાત કરી છે. પરંતુ ખરી વાત એ છે કે શિક્ષણમાંથી જે ગુણે ઉત્પન્ન થવા જોઈએ, તે બહુ જ ઓછા થાય છે. અને તેનું કારણ શિક્ષણ નહિ પણ શિક્ષણની પધ્ધતિ ' છે એમ કેળવણીકારોનું કથન છે. અત્યારની શિક્ષણ પધ્ધતિની ખામીઓમાં થોડીક આ પણ છે.
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy