SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ખંડ ૮ મે તે પ્રેમાનંદ જ ! ” વડેદરાના મહાકવિ પ્રેમાનંદ” વિષે વપરાયેલું એ વાક્ય આપણે આ મહાન સાધુ પુરૂષ માટે જરૂર વાપરી શકીએ. એમની વાણી તીરની માફક સીધી હદયમાં પેસી જાય છે અને શ્રોતાઓ ઉપર અજબ પ્રભાવ પાડે છે. સાચા વક્તાનું કર્તવ્ય જ એ છે. શ્રોતાઓનાં દિલ જીતે તેજ સાચે વક્તા. એમાં જ એના વક્તવ્યની સફળતા છે. મુનિરાજ જ્યાં જ્યાં પ્રવચનો કરતા ત્યાં ત્યાં અહિંસાને અમર સંદેશ જુદી જુદી રીતે પ્રસંગચિત બે પિતાની જાદુભરી વાણી દ્વારા રજૂ કરતા અને આ રીતે એમણે સિંધની પ્રજાનાં દિલ જીતી લીધાં હતાં. માંસાહારી પ્રજા કેવળ પ્રવચન સાંભળી માંસનો ત્યાગ કરે એ પ્રવચનની કેટલી ઊંડી અસર; અને એવી અલૌકિક અસર જમાવનાર એ અનોખી વ્યક્તિની કેટલી મહત્તા ! કેટલો પ્રભાવ ! કેટલી સાધના ! કેટલી સિદ્ધિ !
SR No.022891
Book TitleGujaratnu Paramdhan Muni Vidyavijayji
Original Sutra AuthorN/A
AuthorMuljibhai P Shah
PublisherRaichura Golden Jubiliy Printing Works
Publication Year1949
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy