SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પતિ થશે? શું આ આકાશવાણી સત્ય છે? આપશું કહે છે? કૃપા કરીને સભાને સંશય ટાળો...” મહામુનિએ સસ્મિત વદને કહ્યું, “જુઓ ! શાંતિથી સાંભળે ! હું આજે તમને એક કથા કહીશ.” અને મુનિએ કથાને પ્રારંભ કર્યો. આ દ્રૌપદીને પૂર્વભવ અસંખ્ય વર્ષ પહેલાંની વાત છે. ચંપા નામની નગરીમાં તે વખતે ત્રણ બ્રાહ્મણ રહેતા હતા એમદેવ, સોમભૂતિ અને સોમદત્ત. આ ત્રણેય ભાઈઓ યૌવનવય આવતાં કમથી નાગશ્રી, ભૂતશ્રી અને યશશ્રી નામની કન્યાઓને પરણ્યા. ભાઈઓ સમજદાર હતા. લગ્ન થતાં છૂટા થઈ ગયા. ભાઈઓને આ છૂટા રહેવાનું જરાય પસંદ ન હતું. જૂદું રહેવું પડતું હોવા છતાંય તેમનું મન એક-બીજા પ્રત્યે સદાય ખેંચાયેલું રહેતું એક-બીજા વિના તેઓને ખાવાનું પણ ગળે ઊતરતું નહીં. છેવટે ત્રણેય મળીને આ નિર્ણય કર્યો કે..બધાને ઘેર વારાફરતી ત્રણે ભાઈઓએ જમવું. - “પરિવાર જુદા રહે એ એક વ્યવસ્થા હેઈ શકે છે પણ..જુદાઈ એ તે સ્વાર્થનું જ પરિણામ છે.' - એકવાર મોટા ભાઈ સોમદેવને ત્યાં બધાએ જમવાનું હતું. નાગશ્રીએ તે દિવસે બીજા પણ મહેમાનોને નેતર્યા હતા. આજે નાગશ્રીએ વિવિધ પ્રકારની ખૂબ જ સુંદર રસોઈ બનાવી હતી. તેમાંય તું બડીનું શાક તે ખૂબજ ભાવથી બનાવ્યું હતું. બહુ ઊંચા મસાલા નાખીને મહા * * ' ' '
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy