SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપપ કંસ તો આ ઘટનાથી પાગલ બની ગયું છે ! હવે તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે ! તે હવે ધર્મને ધતિંગ માનવા માંડ્યા હતા ! ગુરુએ તેને ઠગારી લાગવા માંડ્યા હતા, પિતાને પ્રિય અને હિતશિક્ષા આપનારો આમ વર્ગ હવે તેને દુશ્મન સમાન દેખાવા માંડ્યો હતો ! પરિણામ એ આવ્યું કે મરતાં પહેલાં જ તેના નિકટવતીઓએ તેને હૃદયમાંથી ભૂંસી નાંખ્યો. બાહ્ય વ્યવહાર અને વર્તનથી સહુ સાથે હતા. પણ કેઈનેય કંસ માટે હૃદયમાં આદર રહ્યો ન હતો, હજી પણ શ્રી કૃષ્ણના વધની ઈચ્છાએ કંસે પુનઃ ધનુષ્યને નમાવવાને મહત્સવ આયોજિત કર્યો. બધા રાજવીએ પુનઃ આવ્યા. દેશ-દેશાવરથી આવતા જતા રાજવીની પૂછપરછથી પેલા શ્રી કૃષ્ણને પણ ખબર પડી છે કે પાછો મથુરામાં ઉત્સવ છે ! અને શ્રી કૃષ્ણ તો ફરી તૈયારી મથુરા જવાની, પણ આ વખતે કંસે પૂરે પ્રબંધ રાખ્યો હતો ! શ્રી કૃષ્ણજી આવશે એ તો તેની ગણત્રી હતી જ. અને તેથી ચાણુર અને મુષ્ટિ જેવા બે પહેલવાનને હાજર રાખ્યા હતા! ચાણુર અને સૃષ્ટિ એ તો ભલભલા માનવીને ચત્તાપાટ કરીને જમીન સાથે ચૂંટાડી દે તેવા હતા ! હવે કંસને પાકો ભરોસો હતો કે પોતે ફાવશે. તેણે સખત જાપ્તો રાખ્યો હતો. કંસ માનતો હતો કે શ્રી કૃષ્ણ વધેરાઈ જ જશે ! શ્રી કૃષ્ણજીના પિતા હવે જાગૃત હતા. કંસના આ પ્રપંચની વાત હવે તેમનાથી અજાણ ન રહી. તેમણે કંસના આ મૂહને તોડવા હવે હિંમત કરી. એક તરફ તેમણે બળરામને જણાવ્યું કે હવે તું શ્રીકૃષ્ણને સાચી વાતથી માહિતગાર
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy