SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ " .....પાંડુ કે કુંતી એવી જ કેઈ આકસિમક અને ચમ ત્કારિક સહાયની ઈચ્છાએ પોતાના વિવાહની વાતને દબાવી બેઠા છે! જે કે પુત્રને ગુમાવ્યા બાદ પણ કુંતીને વાત તે વડીલે સુધી પહોંચાડવી જ પડી હતી! બસ થોડે વહેલે વિચાર કર્યો હોત તો !! ....ઉતાવળ પાંડુએ કરી છે....ઉતાવળમાં સહકાર કુંતીએ આપ્યો કે પાંડુની ઉતાવળને વિરોધ કરવામાં મળી પડી...? ગમેતેમ થયું પણ એ ભૂલ માતા-પિતાએ કરી અને તેમનું બાળક તેમને પાપે અનાથ કહેવાયું. એવા બાપ તે ન જ કરે કે જેના દુષ્પરિણામે અન્યને ભેગવવા પડે ! - જે પાપ છુપું રહી જ શકે તેમ ન હોય તેવું પાપ કદી કરવું નહીં. કદાચિત્ ખૂબ જ પ્રમાદથી તેવું પાપ થઈ ગયું હોય તો તે વડીલેથી, જવાબદાર વ્યક્તિઓથી છુપાવવું નહીં. પક કુંતીએ કે તેની ધાવમાતાએ પાંડુ સાથેના વિવાહ અને સંગની વાત તેના ઘરના વડીલેને તુરત જ કરી હેત તે કર્ણ જેવા દેવકુમારનો જન્મતાં જ ત્યાગ કરવાને પ્રસંગ ન આવ્યા હતા. કર્મનું ગણિત સારામાં સારી યાદ શક્તિવાળા અને સારામાં સારી સમજ શક્તિવાળાને પણ ભૂલાવે છે.
SR No.022890
Book TitleAbhinav Mahabharat
Original Sutra AuthorN/A
AuthorRajyashvijay
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1986
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy