SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ :. [ ૬૭ ] ૧૬. જેમ બને તેમ જિંદગીની જરુરીઆતે ઓછી કરે જેથી વધારે પૈસા મેળવવા માટે રાત્રિદિવસ પ્રયાસ ન કરવો પડે. ૧૭. બોલવામાં એટલા બધા નિયમિત થઈ જાઓ કે જેથી અન્યને દુઃખ લાગે તેવું તે બોલાય જ નહીં. ૧૮. લખવામાં પણ એટલા જ સાવચેત રહે કે જેથી કોઈને દુઃખ લાગે તેવું લખવામાં તમારી કલમ જ ચાલે નહીં. ૧૯. અન્યને શ્રીમંત જોઈને રાજી થાઓ, પણ તેવા થવાની અભિલાષા ન કરો. ૨૦. જેમ બને તેમ ગુણ મેળવવાના પ્રયાસમાં જ તત્પર રહે. જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૭૬ ] ઉત્તમ શૌચધર્મ. શૌચ એટલે પવિત્રતા–ઉજવળતા. જે બાહાદષ્ટિ જીવ છે તે દેહની પવિત્રતા-ઉજજવળતા માટે સ્નાનાદિક કરવું તેને જ શૌચ કહે છે. સપ્ત ધાતુમય, મળમૂત્રથી ભરેલી કાયા જળથી શુદ્ધ કેમ થઈ શકે ? જે જાતે જ અશુદ્ધ છે તે શુદ્ધ શી રીતે થાય ? ન થાય. કાળા કયલાને ગમે તેટલા સાબુથી ધેઈએ તો પણ શું તે ઊજળા થાય? ન થાય, તેમ આ દેહ પણ મળમૂત્રાદિકથી ભરેલ છે તે સ્વચ્છ પાણીથી ધતાં પણ પવિત્ર થાય નહીં. તેથી સ્નાન માત્ર કર્યાથી પવિત્ર થવાય છે એવી માન્યતા ભૂલભરેલી છે. ત્યારે પવિત્ર કેમ થવાય ? તેને ઉપાય બતાવે છે. ખરી પવિત્રતા આત્માની ઉજજવળતાથી થવા પામે છે. આત્મા, લોભ, હિંસાદિક પાપવડે મલિન થઈ રહ્યો છે; તે પાપમળને નાશ થવાથી આત્મા ઉજજવળ-પવિત્ર થાય
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy