SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૬ ] શ્રી કરવિજયજી ૧૧. તમારાથી બની શકતું સૌથી સારું કાર્ય કરે, પણ જો તમે એક સાધારણ કાર્યને પણ સારી રીતે અને હદયપૂર્વક કરો તે તેને વખાણશે નહિ. દરેક જરુરી કાર્ય પ્રમાણિકપણે જાતે બુદ્ધિપૂર્વક કરો. ૧૨. આપ-લે કરવાનું સાધન પિસે હોવાથી આ જગતમાં સંસારીને સુખરૂપ રહેવા માટે તેની પાસે થોડા પૈસા હોવા જોઈએ, પણ પૈસા પાછળ જ પડવું તે આપણા જીવનને આશય-ઉદ્દેશ ન હૈ જોઈએ. ઘણી વખત ધનપ્રાપ્તિ ઘણું અનિષ્ટ પરિણામો તરફ લઈ જાય છે. ૧૩. પૈસાનો સદુવ્યય કરે એ ધનપ્રાપ્તિની સફળતા લેખાય તેથી તેને દુરુપયોગ નહીં કરતાં બને તેટલો સદુપગ કરે. ૧૪. પિસો નહિ પણ પૈસાની તૃષ્ણા જ બધા અનર્થનું મૂળ છે. જે પૈસે વધે તે તમારા હૃદયને તેના ઉપર સ્થાપિત કરે નહીં. દયા-અનુકંપાના કામમાં તમારા પૈસાનો વ્યય કરવાથી તમે જે કંઈ બીજાના ભલા માટે આપશે તેનું ફળ તમને જરૂર મળી રહેશે. ગુપ્તદાન કરે–તમારો જમણે હાથ જે આપે તે ડાબા હાથને જાણવા દ્યો નહીં. નામના કે કીર્તિ માટે દાન નહિ કરો પણ તે સારું છે અને ધનને તે સદુપયેાગ છે એટલા ખાતર જ કરે. ૧૫. સાદું જીવન એ ઘણું આનંદી જીવન (પુણી આ શ્રાવકના જેવું ) છે. દેખાવ અને સુંદરતા(ફેશન-ટાપટીપ)ની પાછળ ન પડે. ઉડાઉ અને પૈસાને બરબાદ કરનાર ન બને. બધી બાબતમાં નજીવી બચતો ઘણી વાર ઘણું ઉપયેગી થાય છે અને પરિણામે પિસે બચાવે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy