SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૧૪ ] શ્રી કપૂરવિજયજી તીર્થકરોના શાસનમાં જ હોય છે. (બાકીના તીર્થકરોના શાસનમાં એ બે ચારિત્ર હતાં નથી, તે સિવાયનાં ચારિત્ર હોય છે ત્યારે પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં સર્વે ચારિત્ર હોય છે). આ સર્વવિરતિ ચારિત્ર ગૃહત્યાગી સાધુજનને હોય છે. તે પાળવામાં અસમર્થ ગૃહસ્થને દેશવિરતિ ચારિત્ર હોય છે. તેને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, સર્વ મળીને બાર વ્રત કહ્યા છે. ૧ બે કરણ, ત્રણ ગ, ૨ બે કરણ, બે જોગ, ૩ બે કરણ, એક જગ, ૪ એક કરણ, ત્રણ જગ, ૫ એક કરણ, બે જગ અને ૬ એક કરણ, એક જોગ એમ શ્રાવકને એક એક વ્રતને અંગીકાર કરવાની અપેક્ષાએ છ છ ભાંગા થાય છે. બે ત્રણ આદિ વ્રત અંગીકાર કરતાં દ્ધિક ત્રિક આદિ સંગે આશ્રી અપર અપર વ્રત સંબંધી છ છ ભાંગાના સંધવડે યત્તર છ ગુણા થાય છે. (એક એક વ્રતમાં બ્રિકસંગે છત્રીશ છત્રીશ ભાંગા થાય છે.આ પ્રમાણેની ભંગસંખ્યા અને તે કેવી રીતે થાય છે તેની સવિસ્તર હકીકત આ પ્રકરણની ટીકા, શ્રાવકવ્રતભંગ પ્રકરણ, ધર્મસંગ્રહાદિથી જાણવી. અહીં વિસ્તાર વધવાના કારણથી અને સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને લેખ મુશ્કેલ લાગે તે થઈ જવાના કારણથી લખેલ નથી. પોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોટાકોટી સાગરોપમપ્રમાણ સાત કમની સ્થિતિ થાય ત્યારે જીવ સમકિત પામે છે, તે સ્થિતિમાંથી પાપમપૃથકત્વ જેટલી સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિ પણે પામે છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરેપમ જેટલી સ્થિતિ ક્ષય થાય ત્યારે જીવ સર્વવિરતિપણે પામે છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy