SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : | [ ૨૫૫ ] ૧૦ આવા આડે માગે થતો દ્રવ્યય બચાવીને સ્વસંતતિને તેમજ ગરીબ પ્રજાનાં બાળકોને યોગ્ય કેળવણું આપવામાં તેનો સદુપયોગ કરતાં શિખવું જોઈએ. ૧૧ આપણને પ્રાપ્ત થયેલી શક્તિ જેમ તેમ જ્યાં ત્યાં વેડફી નાખવી ન જોઈએ. તેનો સ્વપરહિતાર્થ સન્માર્ગે જ ઉપગ કરવા ભારે લક્ષ રાખી રહેવાની જરૂર છે. ૧૨ જેથી સ્વાશ્રયી થવાય–પોતાના પગ ઉપર ઊભા રહેતા શિખાય એવા જાતમહેનતવાળાં નિર્દોષ હુન્નર-ઉદ્યોગ શીખી પરાવલંબી રહેવા જરૂર ન પડે એવી કેળવણી પ્રથમથી અપાવી જોઈએ. ૧૩ એવી હિતકર કેળવણું આપવાથી જ આત્મામાં છુપી રહેલી શક્તિઓને વિકાસ થઈ શકે. ૧૪ એવી લક્ષ વગરની આજકાલ પ્રચલિત કેવળ લૂખી કેળવણુથી આપણે પુષ્કળ શક્તિને, દ્રવ્યનો અને સમયાદિકને વ્યય કયો છતાં સમાજની ઉન્નતિ ભાગ્યે જ થઈ શકે. ૧૫ એથી જ કુશળ અનુભવી અને પ્રજાકેળવણી સંબંધી મહત્વના કાર્યમાં દુરંદેશીથી કાર્ય લેવા સમજાવે છે. તેની બેદરકારી કે ઉપેક્ષા કરી સ્વેચ્છાથી કામ કરીએ તે તેમાં ભાગ્યે જ સફળતા પામીએ. એટલું જ નહીં પણ તેવા મહત્વના કામમાં તથાવિધ અનુભવ કે કુશળતા મેળવ્યા વગર મિથ્યાભિમાનથી નકામું માથું માર્યા કરવાથી ઊલટું વિષમ-વિપરીત પરિણામ આવવા પામે છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ દેખાયા છતાં દુર્ભાગ્યવશાત સત્ય ને સરલ હિતમાર્ગ કેળવણીના
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy