SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ર૨૯ ] કરણ અધિક કરાય છે, તેના અનેક પ્રત્યક્ષ પૂરાવા છે. તેનું ભાન પણ મતિમૂઢ જનોને ભાગ્યે જ આવે છે. આવા જ અનુકંપગ્ય છે, તિરસ્કારપાત્ર નથી. સદભાગી જ્ઞાની સજજને વસ્તુસ્વરૂપને યથાર્થ સમજી આદરવા ગ્ય તત્વને યથાર્થ આદરે છે ને તજવા ગ્ય તત્વને તજી અન્યને આદર્શરૂપ બને છે. જડવાદે કે જડવાદીઓએ પ્રસારેલી નવી રોશનીમાં અજ્ઞાનવશ જગતના છ અંજાઈ જાય છે. કંઈક નવું જાણ્યું, દેખ્યું કે તરત ઢળી જાય છે, પછી તે પરિણામે ગમે એવું દુ:ખદાયક કાં ન હોય ? એનો વિચાર કરી લેવા જેટલો વિવેક પણ ભૂલી જવાય છે, અને પરાપૂર્વથી જે સર્વકાળે ને સર્વરીતે સુખકારક રીતભાત આદરેલી હોય છે તેને સહસા તજી દઈ, જડવાદની નવી રોશનીમાં અંજાઈ જઈ પિતાને તેમજ પ્રજાને પરિણામે ભારે દુઃખદાયક નીવડે એવા નકામા બેજારૂપ ખરા આર્યજનને અણછાજતી રીતિનીતિ આદરવા છડેચેક મેદાનમાં બહાર પાડવામાં આવે છે. આગલા વખતના આપણુ આર્ય પૂર્વ સાદા, સંતેષી ને નીતિમાન રહી આદર્શજીવન ગાળતા. આ લોકનું હિત-સુખ સાધવા ઉપરાંત પરલોકનું હિત-સુખ પણ સહેજે સાધી શકતા. તેમનું જીવન નિરાકુળ ને ઉદાર હોઈ તેમનામાં પવિત્ર ધર્મભાવના જળવાઈ રહેતી. તેઓ સ્વતંત્રપણે કુશળતાથી વધર્મ-કર્મ સાચવી શકે એવા શૂરા હતા. તેઓ બહુધા સમર્થ છતાં સહનશીલ હતા તેથી સહુ પોત પોતાના અભિમત ધર્મમાગે સુખે સંચરી શકતા. પિતા-પુત્ર, પતિ-પત્ની, રાજા-પ્રજા, સહુ પોતપોતાનું કર્તવ્ય સમજી, એક બીજાને પ્રીતિ–પ્રસન્નતા ઉપજે એમ ડહાપણથી વર્તતા. તે વખતની કેળવણું પણ સરસ પ્રતિની સુકુશળ ને
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy