SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૨૮ ] શ્રી રવિજયજી થવા ન પામે છે. તેમાં પણ જે દુર્ભાગી જનોને મદ્યપાન (દારૂ), માંસભક્ષણ, શીકાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, ચેરી અને જૂગટાનાં વ્યસન ભૂતની જેમ વળગ્યાં હોય છે તેમની કમબખ્તીને તો પાર જ રહેતો નથી. તેમાંના એક એક વ્યસનથી કઈક જીની પાયમાલી થાય છે, તે એ સાતે કુવ્યસનોને ભેગા થઈ પડેલા પામર જીવનું તે કહેવું જ શું ? અહીંયા પણ ઈજજતના કાંકરા થાય છે, રોગ ને ચિન્તાવશ કાયા હાડપિંજર થાય છે, ને દુર્યાનમાં મૃત્યુવશ થઈ બહુધા અધોગતિ પામે છે ને અનંતા કાળ પર્યત જન્મમરણના ચક્રમાં આમતેમ અથડાયા જ કરે છે. ખરા સુશીલ ધર્મરુચિ જને આવા કોઈ પણ જાતના વ્યસનથી અળગા જ રહે છે. તેઓ નીચ-હલકા જનેની સબત પણ કરતા નથી. બને તે પરિશ્રમ લઈને પણ તેવી હલકી વૃત્તિવાળાઓને ઠેકાણે લાવવા ઈચ્છે છે. કુવ્યસનના ફંદમાં ફસેલા હલકી વૃત્તિવાળા જી પ્રાય: આત્મહિત કરી શકતા નથી, તે પછી પરહિતની તો વાત જ શી કરવી ? તેમની મતિ જ મુંઝાઈ જાય છે, જેથી ભાવી અપાયને તે જોઈ શકતાં નથી. જેમ પતંગીયા, ભમરા, હરણીયાં, હાથીઓ ને માછલાં ઇન્દ્રિય પરવશતાથી પ્રાણાન્ત દુઃખ પામે છે તેમ વિષય-લોલુપતાથી ઉક્ત પામર જી પણ મહાકણ પામે છે. વળી દુર્લભ મનુષ્ય ભવ પામી સદ્દભાગો જો જે આત્મસાધન કરી શકે છે તેથી વિમુખ ને વંચિત રહી ખરેખર આત્મદ્રોહી બને છે. નિર્બળ ને સત્વહીન અજ્ઞાન જીવોને દેષને ચેપ જલ્દી લાગે છે. મતિશૂન્યતાથી તેઓ ગુણને આદર ભાગ્યે જ કરી શકે છે. પરમાર્થ માર્ગમાં પણ અંધઅનુકરણ (દેખાદેખી)–અર્થશૂન્ય
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy