SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૮ ] શ્રી કરવિજયજી સમતાશીલ ન હોય-ગણીને ગાંઠે બાંધે એવો હોય તો તે તેને ક્ષણે ક્ષણે સાલ્યા કરે છે. ક્રોધ અને અભિમાનવશ જે અન્યને અણગમતું કડવું બોલ્યા કરે છે પણ પિતાની પડી કુટેવને જાણત-દેખતે ને સુધારતો નથી તેનું કલ્યાણ શી રીતે થઈ શકે ? એક જ કડવા બેલથી કઈક વખત જૂની પ્રીતિ વિણસે છે અને બૂરી દશા થવા પામે છે. ત્યારે મીઠાપ્રિય વચનથી સહજમાં સહુ કઈ ફિદા ફિદા થઈ–વશ થઈ જાય છે. શાસ્ત્ર–આગમને અનુસાર જે સદ્દભાગી સજ્જન હિત, મિત (પ્રિય ને પચ્ચ એવું ) સત્ય બોલે છે તેની લાજઆબરુ શાસન-દેવતા હશે રાખે છે. સુવચન અને કુવચનનાં ગુણ-અવગુણ સારી રીતે સમજી જે સજજને અમૃત જેવી મીઠી-મધુરી, પ્રિય ને હિત વાણી જ વદે છે, તે આ લેકમાં તેમજ પરલોકમાં સુખશાન્તિ પામીને છેવટે જન્મમરણ રહિત મોક્ષ પામે છે. કલેશ–અનર્થના કારણરૂપ કડવાં વચન વદવાની કઈક ભાઈ-બહેનોને કુટેવ પડી હોય છે અને તેનાં માઠાં પરિણામનો અનુભવ પણ થયો હોય છે, તે જાણી દેખી તેવાં કલેશ-કંકાસ અને અનર્થકારી માઠાં પરિણામેથી બચવા ઈચ્છતાં સુજ્ઞ ભાઈ–બહેનેએ ચેતતા રહી પોતાની જીભલડીને ખૂબ કાબમાં રાખી, હિત, મિત (પ્રિય, પથ્ય ને સત્ય જ બોલવાનું રાખવું. [જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૨૩૮] ખરું સુખી જીવન જીવવાનો ખર માર્ગ, ૧ તે મનુષ્યને ધન્ય છે અને તે જ મનુષ્ય ખરો સુખી છે કે જેનું જીવન એક સતત આત્મસમર્પણરૂપ–બલિદાનરૂપ છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy