SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૯૫ ] ધની વાનગી જીવનસુધારણા માટે ઉત્તમ ૧ સામાન્ય સ્નેહ કરતાં શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ ઉચ્ચ છે, તે કરતાં પણ ફરજનું યથાર્થ ભાન અતિ ઉચ્ચ છે. ૨ અંતરંગ ગુણુ ઉપર વધારે લક્ષ આપવું, તેને જ વધારે ખીલવવુ કે જેથી સંસારનું શાંત સુખ મેળવતાં કાયમના મેાક્ષસુખ માટે અવકાશ મેળવી શકાય. ૩ મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થતા એ ચારે ભાવના ધર્માંની પ્રાપ્તિ, રક્ષા ને પુષ્ટિ માટે અપૂર્વ રસાયણનું કામ કરે છે. એથી દુ:ખ માત્ર દૂર થાય છે અને સ્વપરહિતમાં વૃદ્ધિ થવા પામે છે. ચેાગશાસ્ત્રાદિકમાંથી તેનુ સવિસ્તર વર્ણ ન વાંચી-વિચારી જીવનમાં ઉતારનારનુ શ્રેય થાય છે. ૪ ખરી મિત્રતા એટલે ગાંઠ-જોડાણુ. તે જો તૂટે તે મિત્રતા શેની કહેવાય ? ૫ પેાતાની પત્ની પણ મિત્રવત્ એક જ અંગરૂપ હાઇ, તેના વિચાર ભેગા જ આવે. ૬ સાર એ છે કે-સમજીએ સહનશીલતાનું સેવન કરવું, સ્વાત્યાગને પાસે ને પાસે જ રાખવા. આવી ઉત્તમ ભાવના જ દાંપત્ય અને મૈત્રીના યથાર્થ નમૂના ઉપજાવી શકે છે. ૭ શુદ્ધ પ્રેમ સૂક્ષ્મ વિષયને અવલંબે છે. અને ઉચ્ચ સ્થિતિ તરફ્ લઈ જાય છે. વળી વધતાં વધતાં સૂક્ષ્મ વિષા ઉપરથી સર્વ જીવ તરફ સમષ્ટિ રાખવા તરફ્ દ્વારી જાય છે તેવી રુચિ-લાગણી રાખવી એ સુજ્ઞાનુ કર્તવ્ય છે અને ભવ તરવાના અનેક કારણેામાંનુ એક કારણ છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy