SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૬ ] શ્રી કપૂરવિજયજી જે સત્તા રાજ્યમાં, ધનમાં કે અધિકારમાં નથી તે સત્તા પ્રેમી ઉપદેશકર્તાના વચનમાં રહેલી છે. જે તે ઉપદેશકમાં પ્રેમ નહીં હોય તે તેનો ઉપદેશ ગમે તેટલે મોહક કે પંડિતાઈભર્યો હશે છતાં ખાલી કાંસાના રણકારથી તેમાં વિશેષ અધિકતા અનુભવાશે નહીં. તે ઉપદેશ લાગણી, આત્મભાન અને અંતરના પ્રેમ વિનાને હોવાથી તદ્દન ખે-અસર વિનાને નિવડશે અને તેની અસર તરતમાં ભુંસાઈ જશે. શ્રદ્ધા સાધન જેવી છે પણ પ્રેમ તો સાધ્ય હોવાથી સાધનના ફળરૂપે છે. પ્રેમને બહાર કાઢવાનો–પ્રગટ કરવાને એક જ માગે છે કે બીજાને આપવું. દાન એ પ્રેમની નીક છે. તે દ્વારા પ્રેમનું પાણી બહાર આવીને બીજાને શાન્તિ કરે છે. માગવા આવેલા યાચકને એક પૈસો કે અન્નને ટુકડે ફેંકે એ બહુ કઠણ કામ નથી, પણ પ્રેમ તો ગરીબાઈનાં મૂળ કારણે, દુઃખીઆનાં દુઃખ અને અજ્ઞાનીઓનાં અજ્ઞાન દૂર કરવામાં રહેલો છે. પ્રભુ મહાવીરે કષ્ટ સહન કરીને-હંસ સહન કરીને ચંડકોશીયાને તેની ભૂલ બતાવી, સન્માર્ગે દોરી, સત્ય વસ્તુ પ્રગટ કરાવી આપી, પિતામાં રહેલે પ્રેમ પ્રગટ કરી બતાવ્યું હતું. આ જગત દયા-શુદ્ધદયા–ભાવદયા કરનારના અભાવે જ દુઃખી દીસે છે. તે જીવોને તાત્વિક આત્મિક બોધ નહીં મળવાથી જ તેઓમાં આત્માની અનંત શક્તિ છુપાયેલી પડી રહેલી છે. દયાળુ પ્રેમી મહાત્માઓની સમાચિત મદદથી તેઓની શકિત ઘણું ઝડપથી બહાર આવે છે. પ્રેમ કદિ નિષ્ફળ થતું નથી.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy