SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૧૩૯ ] હોય તેમણે તે વિષય ઉપર મોતીચંદભાઈએ સવિસ્તર લખેલું જૈન ધર્મ પ્રકાશના પૂર્વના અંકમાંથી જોઈ લેવું અને એવી ઉત્તમ સજજનતા આદરવા અને વિસ્તારવા ખપ કરે, જેથી સર્વત્ર શાતિ થાય. શુક જ્ઞાન કરતાં સજ્જનતા ચડી જાય છે. શુષ્ક જ્ઞાન સાથે દંભ, અભિમાન, ફૂડ-કપટ, પ્રપંચ અને ક્રોધ, લોભ પ્રમુખ અનેક દુર્ગણે વાસ કરી રહેલા જણાશે કેમકે માત્ર દેખાવવાળું આડંબરી જ્ઞાન ગમે તેટલું હોય તે પણ તેથી આત્મલાભ નહીં પણ આત્મવંચના થવા પામે છે. એથી તે ઊલટો અનર્થ થાય છે, પરંતુ સાચી સજજનતામાં એવા ઉત્તમ સદગુણે રહ્યા હોય છે કે જેની મીઠી સુવાસ પામી અનેક ભવ્યાત્માએ પ્રસન્ન થાય છે. મનસિ વચસિ કાયે પુણ્યપિયૂષપૂર્ણ ઈ. ” વિચાર-વાણ અને આચારમાં પુન્ય-અમૃતથી ભરેલા, અનેક ઉપકારની કેટિએવડે ત્રિભુવનને પ્રસન્ન કરતા અને પરના અ૯૫ માત્ર ગુણને પર્વતસમાં લેખી પિતાના હૃદયમાં પ્રમોદને ધારણ કરતા એવા કઈક વિરલ સન્ત-સજજને પણ જગતીતળ ઉપર વિદ્યમાન છે, જેને અનુલક્ષી ઉત્તમ જને એવી સજજનતા આદરે. [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૨૩ } | ધર્મધ્યાનનું સ્વરૂપ. આજ્ઞાવિચય અને અપાયવિચય એવા ધર્મધ્યાનને પામીને બરા વૈરાગ્ય પામેલા મુનિજનો વિપાકવિચય અને સંસ્થાનવિચય ધર્મયાનને પ્રાપ્ત થાય છે.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy