SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૪ ] * શ્રી કરવિજયજી પડે છે, પરંતુ જે કઈ મહાશયે તે કિપાકના ફળ સમા વિપરીત પરિણામને નીપજાવનારા વિવિધ વિષયોથી લગારે નહીં લલચાતાં તેનાથી દૂર રહે છે–ચેતીને ચાલે છે–અલિપ્ત રહે છે તેમને જન્મ-મરણના અનંત દુઃખ સહેવાં પડતાં નથી. આત્મલય જાગૃત થવાથી શુદ્ધ ધર્મનું સેવન કરનાર આત્માના શુદ્ધ અવિનાશી સુખને જલદીથી પ્રાપ્ત થાય છે, સકળ દુઃખથી સર્વથા મુદત થઈ આત્માનું સહજ અવિનાશી સુખ મેળવવાના ખરા અથી ભવ્યાત્માઓએ શુદ્ધ ધર્મનું દ્રઢ આગ્રહથી પ્રમાદ રહિત સેવન કરી લેવા આસન્નઉપગારી પરમ આદર્શરૂપ શ્રી મહાવીરસ્વામીનું તેમજ શ્રી શૈતમસ્વામી પ્રમુખ ગણધરનું પરમઉદાર ચરિત્ર નજર સામે રાખી મન અને ઈન્દ્રિયોને કાબુમાં રાખી સ્વકર્તવ્યપરાયણ થવું જોઈએ. [ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૨૭૭ ] તપને મહિમા ને પ્રભાવ. અનાદિને કમળ ટાળી, આત્મારૂપી સુવર્ણને શુદ્ધ નિર્મળ કરે તે તપ ખરા આત્માથી જનેએ અવશ્ય સેવવા-આદરવા યોગ્ય છે. તે જ ભવમાં ચોક્કસ મેક્ષે જવાવાળા તીર્થ કરે પણ પિતે પિતાના રાસાં કર્મને ટાળવા જે તપનું સેવન કરે છે તે તપને નિષ્કામપણે વિવેકપૂર્વક સેવનારનું શ્રેય થયા વગર કેમ રહે ? બાહ્ય ને અત્યંતર તપ છ છ પ્રકારે શાસ્ત્રમાં વખાણ છે. તેમાંને બાહા તપ-ઈચ્છાનિરોધરૂપ, આત્મજ્ઞાન-ધ્યાનાદિરૂપ આભ્યન્તર તપની પુષ્ટિને માટે જ કરવાને છે. તેવા હિતકારી લય વગરને કેવળ બાહ્ય તપ તે કાયલેશરૂપ થવા પામે છે, તેથી જ મહાપાધ્યાય શ્રીમાન
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy