SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨ ] શ્રી કરવિજય એવા ચંદન જેવા સદા શીતળ સંત મહાત્માઓની સેવા-સુશ્રષા કરવી અતિ આવશ્યક છે. એવા સદ્ગુરુને યોગ ચિન્તામણિ રત્ન જેવો દુર્લભ છે. (૨) ૧ સત્સંગમાં રહે-તેને અત્યન્ત આદર કર–ભૂલેચૂકે પણ અનાદર ન કર. ૨ ઉત્તમ ધન્વન્તરી વૈદ્ય સમા તેનાં હિતવચનને હૈયામાં ધર. ૩ તેનું યથાશક્તિ પાલન કરવામાં આલસ–પ્રમાદ ન કર. ૪ નમ્રતા, કૃતજ્ઞતા અને સદ્દગુણાનુરાગને બહુ સારી રીતે આદર કર. ૫ સવારમાં (પ્રભાતમાં) પરમાત્માની શુદ્ધ ભાવે સ્તુતિ કરી ઉચ્ચ મનોરથપૂર્વક પ્રાર્થના કર કે “મારા માતા, પિતા, ગુરુ પ્રમુખ વડિલેનું તેમ જ શત્રુ મિત્રો વિગેરે સમસ્ત જીવનું કલ્યાણ-મંગળ થાઓ ! સર્વને સદબુદ્ધિ પ્રાપ્ત થાઓ સર્વે દ–અપરાધ નષ્ટ થાઓ ! અને સર્વે સુખી થાઓ!” આવી ઉદાર ભાવના સદા ય ભાવવી. (૩) ૧ જ્યાં “લઘુતા ત્યાં પ્રભુતા.” “નમે તે પ્રભુને ગમે.” “વિનય વેરીને વશ કરે.” ૨ “આપ ગુણ ને વળી ગુણરાગી, જગમાં એહની કીરતિ ગાઇ.”
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy