SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૩ : [ ૧૨૩] વગર બીજા કોને આશરો લેવો? અમને ભવદુઃખમાંથી કોણ છોડાવે ? ૨૦. “વળી જિનશાસનમાં સાર–પ્રધાન ત્રણે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચાર તેમજ વળી તપાચાર અને વીર્યાચારને વિષે સાધુગણને, શ્રોતાગણને અને પિતાને સ્થાપવાસ્થિર કરવા જે ખંતભરી પ્રેરણા કરે તેમને જ તીર્થકર ગણધર પ્રમુખ આપ્તજનોએ ગણિ કે આચાર્ય તરીકે વખાણ્યા છે તે પદને આપે સાર્થક કરવું જોઈએ . ૨૧. “પિંડ (ચાર પ્રકારનો આહાર), ઉપધિ (સંયમ–ચારિત્ર પાળવામાં ઉપયોગી ઉપગરણે) અને વસતિ ( રહેવાનું નિવાસ સ્થાનાદિ) એ ત્રણે વસ્તુ ઉદ્દગમ, ઉત્પાદન અને એષણ દોષ રહિત સંયમની રક્ષા અર્થે શુદ્ધમાન ગવેષી લેવાનો ખપી ચારિત્રવાન હોય. આધાકર્માદિ સેળ દેષ પ્રાય: ગૃહસ્થથી જ ઉત્પન્ન થાય છે તેને અને ગૃહસ્થ તેમ જ સાધુ બનેથકી ઉપજે છે તે શક્તિાદિક દશ એષણા દોષો સુચારિત્રવાન સાધુજનો જરૂર તજવાનો ખપ કરે, તે જ તેમનું ચારિત્ર સુરક્ષિત રહે. ” સન્માર્ગદર્શક આચાર્યનું સ્વરૂપ કહે છે – ૨૨, “જેના હદયરૂપ દ્રહમાં પડેલી ગુહ્ય વાત સુવી ન શકે–જાહેર થઈ ન શકે, એવા ગંભીર અને આગમવ્યાખ્યાનાદિક સઘળાં કાર્યોમાં સર્વ પ્રકારે સમદષ્ટિ રાખનાર આચાર્ય મહારાજ, બાળવૃદ્ધ સાધુઓથી ભરેલા ગચ્છને ચક્ષુની પેઠે બચાવી શકે છે. જેમ ચક્ષુ ખાડાદિકમાં પડતા જતુઓને-જીને બચાવી શકે છે તેમ સર્વ પ્રકારે સમદષ્ટિ આચાર્ય મહારાજ દુર્ગતિના ખાડામાં પડતા ગચ્છનું ભલી રીતે રક્ષણ કરી શકે છે.”
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy