SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૨ ] શ્રી કપૂરવિજયજી ન હોય, અહિતથી નિવારવારૂપ વારણ ન હોય, સંયમ ગમાં સ્મલિત થયેલ શિષ્યને “તમારી જેવાને આમ કરવું અયુક્ત છે ” ઈત્યાદિ વચનવડે પ્રેરણારૂપ ચાયણુ ન હોય, તેમ જ તથારૂપ પ્રસંગે પુનઃ પુનઃ પ્રેરણારૂપ પડિચોયણું કરાતી ન હોય તેમની પાસે ગમે તેટલું રહેતા છતાં કલ્યાણ કયાંથી થાય ? અર્થાતુ ન જ થાય. પરંતુ જે સુગુરુ સમીપે સંયમયોગ સાધતાં સારણ–વારણાદિક કાયમ સદૈવ થતાં હોય, તે કદાચ દંડ કે દોરાથી તાડન કરતા હોય તો પણ તેને ભલા-કલ્યાણકારી જાણવા.” હવે શિષ્યનું નિર્ગુણપણું દર્શાવે છે. ૧૮. “નિદ્રા-વિકથાદિક પ્રમાદરૂપ મદિરાવડે જેનું તત્ત્વજ્ઞાન ઢંકાઈ-દબાઈ ગયું છે તે અને શેલક આચાર્યની પેઠે સામાચારીને ભંગ કરનાર પિતાના ધર્મોપદેશક ગુરુને જે હિતોપદેશ આપી સન્માર્ગમાં ન સ્થાપે તે સ્વહસ્તદીક્ષિત શિષ્ય પણ શત્રુરૂપ સમજ. પંથક–પથિક-મુનિની જેમ સતત વિનાપચારવડે પતિત ગુરુને પુન: માર્ગમાં સ્થાપનાર સુશિષ્યની બલિહારી છે.” | સુશિષ્ય હોય તે પ્રમાદગ્રસ્ત ગુરુને શી રીતે બોધ કરી માર્ગને વિષે આણે? તે કહે છે – ૧૯, “હે સ્વામિન! આપના જેવા પુરુષ પણ જે પ્રમાદવશ થઈ જાય તો પછી અપાર સંસારસાગરમાં પડતા મંદભાગી એવા અમને આપ પૂજ્ય સિવાય બીજા કોનો આધાર ? ઘરબાર તજી આપના શરણે આવેલા અમારે આપ
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy