SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) હતો ત્યારે મુંબઈમાં શ્રી મહાવીર વિદ્યાલય વિગેરે સંસ્થાઓમાં પહોંચાડવા માટે મને પુસ્તકો સાંપ્યાં હતાં. તેમનો સાહિત્યપ્રચારને નિત્યનો વ્યવહાર હતું. એ વખતે ખ્યાલ નહોતો કે કાળનો ધસારો આટલી જલ્દી રીતે એમના સ્થૂળ દેહ ઉપર ફરી વળશે. - ઇર્યાસમિતિરૂપ અવસ્થાવાળીયુગપ્રમાણુ નીચી દષ્ટિ રાખીને ચાલવું એ એમને ચાલુ ક્રમ હતે. ખાસ કરીને શ્રી સિદ્ધાચળજી ઉપર બીજી ભમતીમાં શ્રી સં પ્રતિ મહારાજાની ભરાવેલી શ્રી વર્ધમાન સ્વામીની શાંત રસવાળી પ્રાચીન પ્રતિમાજી ઉપર એમની ભક્તિ અપૂર્વ હતી. તેઓને કલાકો સુધી તેમની સન્મુખ “વીરાસને ” બેસતાં અને ધ્યાનમગ્ન થતાં અનેક વખત મેં એમને જોયાં છે. “પદ્માસનથી ” બેસવું એ એમની હમેશની ચાલુ પદ્ધતિ હતી. એમના જીવનમાં પ્રમાદ અલ્પ હતો. જ્યારે જ્યારે તેઓશ્રીને નિહાળવામાં આવતા ત્યારે તેઓશ્રી કોઈ ને કોઈ લેખનકાર્યમાં ઝીણામાં ઝીણું અક્ષરે લખવામાં તલ્લીન જ જોવામાં આવતા. પુષ્કળ આત્માઓ એમની પાસેથી સામયિક, બ્રહ્મચર્યવ્રત અને રાત્રિભજનત્યાગની પ્રતિજ્ઞાઓ દ્વારા પ્રેરણા પામી જીવનની સાર્થકતા પામ્યા છે; એમનો વાસક્ષેપ પણ કંઇક વ્રત–પ્રતિજ્ઞા આપવા સાથે જ હતો. એકંદરે એમનું વ્યક્તિત્વ શાંતરસથી અંકાયેલું હતું. આવા ઉત્તમ સાધુજીવનવાળા આત્માના જીવનપ્રસંગે-વાતચીતો વિગેરેમાંથી આપણે બોધ મેળવી શકીએ છીએ અને આપણને પ્રમોદભાવના પુષ્ટ કરવાનું નિમિત્ત બની રહે છે, જે બીજી રીતે મેળવવું દુર્લભ હોય છે. સન્મિત્રના જીવનપ્રસંગો બહુ જ અપ પ્રમાણમાં આપણને મળી આવેલ છે કે જે પ્રથમ બે વિભાગની પ્રસ્તાવનામાં પ્રકાશિત થયેલ છે. ઉન્ડાળામાં પ્રખર તાપમાં પણ ખાસ કરીને ઉઘાડે પગે શ્રી સિદ્ધગિરિની દરરોજ યાત્રા કરી શુદ્ધ સંયમી જીવનની સાર્થકતા કરતા. ક્રિયાની શુદ્ધતા ઉપર એમનું ખાસ લક્ષ્ય હતું અને તેથી જ પ્રતિક્રમણ શુદ્ધ અને સંકલનાપૂર્વક ધીમે ક્રમે ભણાવવાની એમની પદ્ધતિ હતી. દરરોજ વહેલી સવારમાં પ્રતિક્રમણ કર્યા પછી “પંચસૂત્ર' વિગેરે
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy