SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [ ૩૭ ] શકતા નથી. વિષહર-ઝેરને ટાળનાર મણિ વિષધરના મસ્તક ઉપર જ છતાં સને તેની કશી શુભ અસર થતી નથી, ત્યારે તે જ મણિથી બીજા કઈક મનુષ્યાદિકને ઉપગાર થઈ શકે છે, એ સહજ સમજાય તેવું છે. સહૃદય મનુષ્યોનું તે કહેવું જ શું? પણ જડરૂપ દેખાતાં જબુ, લિંબાદિક વૃક્ષે જે મલયગિરિની સાનિધ્યમાં આવી રહ્યાં છે તે પણ શુદ્ધ ચંદનવૃક્ષના સંગથી ચંદનરૂપ થઈ જાય છે, એમ સમજી સુજ્ઞ ભાઈબહેનોએ હર્ષ સહિત સદ્ગુણ એવા વડીલેનો સદા ય સમાગમ સેવ જોઈએ. નીતિશાસ્ત્રકાર કહે છે કે –“વારા હિતં રહ્યું” એટલે લઘુવયવાળા બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરી લેવું જોઈએ. વયથી બાળક છતાં જે બુદ્ધિ વિશાળ હોય તે તેનું સમાચિત વચન વયેવૃદ્ધને પણ ઉપયોગી થાય; છતાં જે તેને બાળરૂપ સમજી તેના વચનની અવગણના કરવામાં આવે છે તો તે પ્રાસંગિક લાભથી વંચિત ન રહેવાય છે. જે સાયરની જેવા ગંભીર હદયવાળા હોય છે તેઓ પોતે અનેક ગુણરત્નોના નિધાન હોવા છતાં ગુણાનુરાગીપણાથી અન્ય અનેક પદાર્થોમાંથી ગુણ ગ્રહણ કરી શકે છે, એમ છતાં તેઓ પિતાની ચોગ્યતાને કે પ્રાપ્તિને બિલકુલ ગર્વ કરતા નથી. એ બધો પ્રભાવ સસંગથી પ્રગટતા ગુણાનુરાગને અને ગુણ ગ્રહણ કરવાની કળાનો સમજો વળી જુઓ ! ડાભના અગ્રે રહેલું જળબિંદુ જે મોતીની આભા(પ્રભા)ને ધારણ કરે છે અને મેરુપર્વત ઉપર રહેલું તૃણ પણ સુવર્ણની શોભાને ધારણ કરે છે, એ આદિ કુદરતી બનાવો આપણને શુભ આશયથી– ખા દિલથી સત્સંગ કરવા પ્રેરે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy