________________
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી મહારાજનું સંક્ષિપ્ત
જીવનચરિત્ર.
मालिनीवृत्तम् मनसि वचसि काये, पुण्यपियूषपूर्णास्त्रिभुवनमुपगार-श्रेणिभिः प्रीणयंतः ॥ परगुणपरमाणून् , पर्वतीकृत्य नित्यम् ।
निजहृदि विकसन्तः, सन्ति संतः कियन्तः ॥१॥ ભૂમિકા–
સતોના જીવનચરિત્ર એ સામાન્ય જનસમૂહને અણમૂલા બોધપાઠની ગરજ સારે છે, એટલું જ નહિ પણ સાથે સાથે એવી પ્રબળ પ્રેરણા થાય છે કે સંતપણું એ કેઈના વંશને ઈજા નથી તેમ નથી કોઈ રાજા-મહારાજા કે અધિકારીના હાથની વસ્તુ! પ્રત્યેક વ્યક્તિ ધર્મ, જાતિ કે ગોત્રના ભેદ વિના આત્મશક્તિ ફેરવી, સ્વજીવન ઉન્નત બનાવવા કટિબદ્ધ થાય તો સાધુતા એની સામે દોડી આવે છે. અલબત્ત, એ સાધુતા કે સન્તપણું ટકાવવા સારુ અહર્નિશ એના હદયમાં Plain living and high thinking અર્થાત “સાદું જીવન અને ઉચ્ચ ચિંતન” રૂપ ઉદ્દગાર સતત પ્રજ્વલિત હોવો ઘટે. દુન્યવી કહેવત “નરમાંથી નારાયણ” થવાય છે એ અર્થ શુન્ય નથી જ. જેના દર્શન તે બાપકાર જાહેર કરે છે કે–આમા પુરુષાર્થ ફેરવે તે પરમાત્મા થઇ શકે છે. ત્યાં પછી