SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ એ ચઢાવવામાં મા તાપ આ મત પણ છે લેખ સંગ્રહ : ૨ : [ ૧૩૫ ] અહે ભવ્યાત્માઓ! મિત્રતાઈ કરવી તો શુદ્ધ સુવર્ણ જેવા નિર્દોષ સાધુ–સજન સંગાતે જ કરવી, કેમકે જેમ સેનાને કસોટીએ ચઢાવવામાં આવે ત્યારે જ તેની ખરી કિંમત થાય છે અને તેને સખ્ત અગ્નિને તાપ આપવાથી મળની શુદ્ધિ થતાં તેને વાન ઊલટો વધે છે, એટલે તેની કિંમત પણ વધે છે, તેમ ખરા મિત્રની પરીક્ષા કે કિંમત પણ કષ્ટ કે આપદા પડતાં જ થઈ શકે છે. તેવા પ્રસંગે ખરો મિત્ર જુદાઈ બતાવતો નથી, એટલું જ નહિ પણ પ્રસન્ન ચિત્તથી–ઉદાર દિલથી બનતી બધી સહાય કરવા તત્પર રહે છે અને પોતાની ફરજ બરાબર બજાવે છે. ખરે મિત્ર સુખમાં અને દુઃખમાં સમભાગી બને છે. અથવા ચંદ્રમા અને સાગર જેવી ગાઢ પ્રેમભરી મિત્રી કરવી. જેમ પૂર્ણ ચન્દ્રકળાના ગે સમુદ્રની વેળ (ભરતી) વધે છે અને તેની શોભામાં પણ વધારે થાય છે, તેમ સંત-સુસાધુજન સંગાતે મૈત્રી કરવાથી સુગ્ય જીવમાં ગુણને પુષ્કળ વધારે થવા પામે છે, એટલું જ નહિ પણ તેથી તેની પ્રતિષ્ઠા પણ સારી વધવા પામે છે. જે શુદ્ધ નિષ્ઠાથી (સાફ અંતઃકરણથી ) મિત્રતા બાંધે છે તે ચળતી કે વિછડતી નથી, અર્થાત્ તે કાયમ નભે છે. જેવી પ્રીતિ પંકજ અને સૂર્ય વચ્ચે છે. સૂર્યને ઉદય થતાં જ પંકજ-કમળ વિકસે છે–ખીલે છે અને સૂર્યાસ્ત થતાં પાછું કમળ સંકોચાઈ જાય છે, તેવી પ્રીતિ સજજને વચ્ચે હોય છે. તે એક બીજાને ઉદય ઉન્નતિ થતાં વિકસિત-પ્રમુદિત થાય છે અને એક બીજાને આપદા પડતાં ખિન્ન થાય છે–સંકોચ પામે છે બળદેવ અને વાસુદેવની એવી ગાઢ પ્રીતિ હોય છે. જ્યારે
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy