SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૨ : [૧૦૫] અંગથી આળસને અળગું કરી નાંખી સુખના અથી ભાઈબહેનોએ પવિત્ર ધર્મનું સેવન કરી લેવા ચેકસ ઉદ્યમ કરે જ જોઈએ. ઉદ્યમ જેવો કોઈ બંધુ નથી અને પ્રમાદ જેવો કેઈ શત્રુ નથી. જે જે ક્ષણે, જે જે દિવસ, માસ, વર્ષાદિક આપણા આયુષ્યમાંથી ઓછા થાય છે–ચાલ્યા જાય છે તે કંઈ પાછા આવતાં નથી. આદરપૂર્વક ધર્મસેવન કરનારને તે સઘળો વખત લેખે થાય છે અને આળસથી ધર્મને અનાદર કરનારને તે બધો ય વખત અલેખે જાય છે, એમ સમજીને હે ભેળાજને! ધર્મનું સાધન કરવા જે અમૂલ્ય સમય હાથ લાગ્યું છે તેને પ્રમાદવશ થઈ જઈ કેમ વ્યર્થ ગુમાવે છે ? ધર્મનું સેવન કરવામાં આળસ-ઉપેક્ષા કરનારનું આયુષ્ય નકામું ચાલ્યુ જાય છે અને છેવટે તેને શશીરાજાની પેઠે શેચ કરે પડે છે. તે શશીરાજાને તેના બંધુએ પ્રથમ બહુ પ્રકારે બોધ આપી ધર્મસેવન કરવા પ્રેરણા કરી હતી, પણ તે વખતે તેને એ વાત ગળે ઉતરી નહોતી અને ઊલટો આડુંઅવળું સમજાવી પિતાના બંધુને પણ મોહજાળમાં ફસાવવા ચાહતે હતો ! તેમ છતાં તેના બંધુ ધર્મનું રહસ્ય સારી રીતે સમજતા હોવાથી લગારે ડગ્યા નહિ અને ચારિત્ર-ધર્મને આદરી દેવગતિને પામ્યા. પછી જ્ઞાનવડે પિતાના ભાઈ શશીરાજાની શી સ્થિતિ થઈ છે? તે તપાસતાં તે દેવને સમજાયું કે ભાઈ તો વિષયાદિક પ્રમાદમાં લપટાઈ નરકગતિમાં ઉત્પન્ન થયા છે, એટલે તેને પ્રબેધવા પિતે તેના સ્થાનકે ગયા અને તેને પૂર્વભવનું સ્મરણ કરાવ્યું, એટલે તે કહેવા લાગે કે-“હે બંધ ! તમે મૃત્યુલોકમાં જઈ મારા પૂર્વ શરીરને ખૂબ કદર્થના ઉપજાવે, જેથી હું
SR No.022876
Book TitleLekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy