SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [૪૧ ] સેવાય છે તે જ્ઞાન શા કામનું? ઇન્દ્રિયનું દમન ન કરાય તે જીવિત શા કામનું? તે ધન, તે બળ, તે જ્ઞાન અને તે જીવિત જ સફળ છે કે જેને સ્વપર ઉપકાર માટે ઉપયોગ કરી શકાય છે. ૮ સંપૂર્ણ કુંભ છલકાતો નથી, અધૂરો ઘડો હોય તે જ છલકાય છે, વિદ્વાન અને કુળવંત હોય તે ગર્વ કરતા જ નથી, જે સદ્દગુણ વગરના હોય છે તે જ બહુ બકવાદ કરતા આપવડાઈ હાંકે છે. ૯ સગુણોરૂપી સાચા રત્નોને સંચય કરી લેવા સદાદિત પ્રયત્ન સેવ. ઈતિશમ. [ જે. ધ. પ્ર. પુ. ૩૧, પૃ. ૧૦૮ ] શાસ્ત્ર ઉપદેશ યાને હિતશિક્ષા ૧ હે મિત્ર! સપુરુષથી અપમાન પામવું સારું પણ નીચની સોબતથી કુલાવું સારું નથી. ઘડાની પાટુ ખાનારે શોભે છે પણ ગર્દભ ઉપર અસ્વારી કરનાર શોભતો નથી. પુરુષનું કટાક્ષ વચન પણ પરિણામે ઘણું જ લાભદાયક થાય છે, પણ નીચની પ્રશંસા લાભકારી થતી નથી–એમ સમજી નીચેની સંગતિ તજી ઉત્તમની જ સંગતિ કરવી. ૨ સહુનું સારું ચિન્તવવાથી આપણું પણ સારું થાય છે, અને સહુનું બૂરું ચિંતવવાથી આપણું પણ બૂરું થાય છે. જેવું કરવું તેવું જ પામવું.
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy