SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૮૭ ] છે. એથી વિપરીત આચરણ તે અવિનય છે. વિનય તજી અવિનય કરનાર ઉછુંખલ ઉદ્ધતજનો ઉપરોક્ત ઉત્તમ ફળથી વંચિત રહી, પરિણામે બહુ દુઃખી થાય છે. જાણી જોઈને દુ:ખી થવા (અનંત ગર્ભાવાસાદિકનાં અસહ્ય દુ:ખ સહવા) કોણ છે ? કઈ જ નહિં; તેમ છતાં કાર્યકારણના નિયમ મુજબ ઉત્તમ જ્ઞાનાદિક યુક્ત ગુણીજનેને અવિનય-અનાદર ( નિંદા-જુગુપસાદિક) કરનાર ભવભવ દુઃખી થયા વગર રહેતો નથી; તેથી તથા પ્રકારના ગર્ભાવાસાદિક સંબંધી અનંતા દુઃખથી મુક્ત થવા ઈચ્છનારા ભાઈબહેનોએ સદા સર્વદા સાવધાનપણે ગુણીજનોને વિનય અવશ્ય કરો જોઈએ અને જે મુગ્ધજનો તેથી ઊલટા ચાલતા હોય તેમને શાન્તિથી ખરો માર્ગ સમજાવવા બનતા પ્રયત્ન કરવો જોઈએ. જેન શાસનનું મૂળ જ વિનય છે, તે વાતનું રહસ્ય ઉપર જણાવેલી હકીકત જાણવાથી સ્પષ્ટ થઈ શકે છે, તેમ છતાં કઈક મુગ્ધજનો નિદા-ખ્રિસાદિક કરી પોતાના આત્માને અધિક દુઃખના ભાગી કરે છે. જો કે તેઓ મુખથી તો એવું પણ બેલતા સંભળાય છે કે “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” પણ ખરી કસોટીના વખતે પોતાનું જ બોલવું પાળી લેખે કરી શકતા નથી એ ખરેખર ખેદજનક છે. પરિણામે-કુદરતી નિયમ પ્રમાણે તેઓ દુઃખી જ થાય તેમાં આશ્ચર્ય જેવું શું છે? આવા મુગ્ધજનેને સત્ય માર્ગ એકાન્ત હિતબુદ્ધિથી બતાવે એ ખરી દયા–અનુકંપા અથવા પરોપકૃતિ છે. મુગ્ધજનોના ઉન્મત્તપ્રાય આચરણથી કંટાળી કઈક ભાઈબહેને કાયરપણાથી કહી દે છે કે ભાઈ ! આપણે
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy