SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૬૫ ] રાજપુંસ જેવા સજજને તે સ્વદારાતેષી જ હોય છે અને પરસ્ત્રીને સ્વમાતા સમાન લેખનારા હોય છે. ફક્ત નીતિના અજાણ–ઓછી અક્કલવાળા જ કુળમર્યાદા અને લોકલજજાને ત્યાગ કરી પરસ્ત્રી કે વેશ્યાગમન કરી રાજી થાય છે, પરંતુ પરિણામે રાવણની પેઠે તેમની દુર્દશા જ થાય છે. આ લેકમાં પણ પુષ્કળ અપયશ મેળવી અને જાનમાલની ખુવારી ખમી અંતે અધોગતિ જ પામે છે. કિંપાકના ફળ જેવાં ઉપર ઉપરથી સુંદર–મનોહર પણ ક્ષણિક વિષયસુખમાં મૂંઝાઈ મરનારના અંતે ભારે દુર્દશા થાય છે. મન્મત્ત હાથી જેવા બળવાન યોદ્ધાના પણ એ દુષ્ટ કામરાગથી બૂરા હાલ થાય છે. બજ ખણવી જેમ શરૂઆતમાં મીઠી લાગે છે પણ પરિણામે દુઃખદાયી જ નીવડે છે, તેમ વિષયતૃપ્તિ પણ ક્ષણિક જ સંતોષ આપનાર છે અને પ્રાન્ત દુ:ખદાયી જ છે. બહારના રૂપરંગ જોઈને મૂઢ જનો તેમાં પતંગીઆની જેમ ઝંપલાય છે, પણ અંતે ખુવાર ખુવાર થઈ જાય છે. જ્યારે નરકમાં ધગધગતી લોઢાની પુતળીને આલિંગન કરવા પરમાધામી ફરજ પાડે છે ત્યારે જ મૂર્ણ અને નફટ જીવને પોતાની ભારે ભૂલને માટે પારાવાર પસ્તાવો થાય છે, પણ તેથી વળે શું? ત્યાં કોઈ ત્રાણ, શરણ કે આધારરૂપ થઈ શકતું નથી. કુલટા નારી અથવા કુવેશ્યાના સંગથી થતા પારાવાર દોષો માટે (મનહર છંદની ચાલમાં) કહ્યું છે કે – “કાયાનું સુકૃત જાય, ગાંઠનું ગરથ જાય, સ્વારીને સ્નેહ જાય, રૂપ જાય રંગથી;
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy