SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ [ ૧૪૭ ] સુબુદ્ધિ-તત્ત્વ અધિગત નિજ પરહિતકારી, રમણ–પ્રભુપૂજા શું ? સુબુદ્ધિ–જિન આજ્ઞા જે શિરધારી રમણુ–પ્રભુ આજ્ઞા શું ? સુબુદ્ધિ–તેહ તો સદગુરુ ભાખે – પાપાવ બંધને ત્યાગ જે આતમ સાખે. વળી દ્રવ્યભાવથી સંવરથી સ્થિર થાતાં, સહુ કમ નિર્જરી સત્વર શિવપુર જાતાં. શ્રોતાઓ–વાહ ધન્ય ધન્ય છે સદગુરુ મુનિ મહારાજા, વ્યાખ્યાન સુણાવી કરે બાળકો તાજા; ભાઈ હવે આપણે નિત્ય વખાણે જઈશું, જિનવાણી ભાવે સુણીને નિર્મળ થઈશું. ( સૂચના ) –ઉપરને સંવાદ દરેક જૈન પાઠશાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને મુખપાઠ કરાવી અર્થ સમજાવે, જેથી ગમત સાથે જ્ઞાન થશે. વળી દરેક પાઠશાળાઓની વાર્ષિક પરીક્ષા થયા પછી થોડા દિવસમાં ઇનામો મેળાવડો વિદ્વાન માણસના પ્રમુખપણ નીચે કરે અને વાર્ષિક આવકજાવકનો રિપોર્ટ બહાર પાડો. ઈનામ વહેંચવા અગાઉ છોકરા છોકરીએને પૂજ્ય મુનિ મહારાજાઓના બનાવેલા બેધદાયક ગાયને અને સંવાદો તૈયાર કરાવેલા હોય તે તે વખતે કરાવવા, જેથી સભામાં છોકરાઓને બોલવાની છુટ થાય, વળી ગમત સાથે જ્ઞાન મળે અને ભણવાનો ઉત્સાહ વધે. બીજા પણ અનેક
SR No.022875
Book TitleLekh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1939
Total Pages358
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy