SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 発売が発売決***さささささささささがががががががが終光がささささきさき 26 સહકાર હતો, એ કારણે પોતાની સૂઝ-બૂઝ આવડત અનુસાર ચિત્રો પણ બનાવ્યાં. જૈન સમાજના વિ ઇતિહાસમાં પ્રથમવાર આવાં ચિત્રો બન્યાં એમ કહીએ તો ખોટું નથી. ૧૫ થી ૧૯ વરસ છે. સુધીની નાની ઉંમરમાં ૩૪૯ ગાથાવાળા મહાન સુપ્રસિદ્ધ ગ્રન્થનું ભાષાંતર, અભૂતપૂર્વ ૭૦ ચિત્રો, અનેક વસ્ત્રો તથા પાંચ પ્રકારે મુદ્રણ તેમજ તત્ત્વજ્ઞાનના ગણિતાનુયોગપ્રધાન વિષયનું આ તે નાની ઉંમરે બહુ જ અલ્પ સમયમાં દુર્બળ શરીર છતાં ઉત્કટ પરિશ્રમ કરીને ભાષાંતર કરવું 2. એ એક સાધારણ બાબત નથી. પરંતુ ગતજન્મની જ્ઞાનસાધના, શાસનદેવ અને ગુરુકૃપાથી મળેલ રે ૯ વિચક્ષણ-વિશિષ્ટ બુદ્ધિવભવ, સર્વાગી સૂઝથી અતિપરિશ્રમસાધ્ય, ભવ્ય કાર્ય પૂર્ણ થયું, નહીતર ૯ 2. દુર્બળ મુનિજી આવું કાર્ય કેવી રીતે કરી શકત? ભાષાંતર કરવા માટે મુનિજીને ૧૯૯૦ની - સાલમાં 100 થી અધિક અજૈન-જૈન ગ્રન્થોનું અવલોકન કરવું પડયું હતું. ગ્રન્થનું સુંદર અને આકર્ષક મુદ્રણ, શ્રેષ્ઠ કાગળ અને સરળ તથા સંસ્કારી ગુજરાતી ભાષા, તે વિવિધ પદાર્થો-વિષયોનું વિસ્તૃત વિવેચન તથા હજારો વરસમાં પહેલીવાર બનેલાં રંગ-બેરંગી ચિત્રો વગેરે જોઇને જૈન સમાજના આચાર્યો, વિદ્વાન મુનિવરો, પૂ. સાધુ-સાધ્વીઓ અને વિદ્વાન આ ગૃહસ્થો સહુ કોઈ આટલી નાની ઉંમરના મુનિજીનું આશ્ચર્યકારક સાહસ જોઈને ત્યારે ભારે ૬ મુગ્ધ થયા હતા. મુનિજી ઉપર પ્રશંસાનાં પુષ્પો વેર્યા હતાં અને મુનિજી ઉપર અભિનંદનની ટક ભારે વર્ષા થઇ હતી. વિ. સં. ૧૯૯૯માં પ. પૂ. આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મ. પાલીતાણા પધારેલા, ક તેઓ સાહિત્યમંદિરમાં ઉતર્યા હતા અને પૂ. ગુરુદેવો-પૂ. આ. શ્રી વિજય મોહનસૂરીશ્વરજી આ મ.સા. સપરિવાર પણ પાલીતાણા સાહિત્યમંદિરમાં બિરાજમાન હતા. પૂ. આગમપ્રભાકરશ્રી - સંગ્રહણીનું પુસ્તક બહાર પડ્યા પછી બહુ સારી રીતે અવલોકન કરી ગએલા, એમને આ રકે પુસ્તક આંખમાં ખૂબ વસી ગએલું. લેખક યશોવિજયજી મહારાજ પણ પોતાના ગુરુદેવો સાથે કે રે સાહિત્યમંદિરમાં બિરાજમાન હતા. તેઓશ્રીની આગળ આગમપ્રભાકરશ્રીજીએ સંગ્રહણી ગ્રંથની ઘણી પ્રશંસા કરી. બાહ્ય અને અભ્યત્તર બંને દૃષ્ટિએ ઘણો ઊંચો અભિપ્રાય આપ્યો. એક વખતે તે છે પૂ. પુણ્યવિજયજી મહારાજે સાહિત્યમંદિરમાં બિરાજતા પોતાના આજ્ઞાવર્તી તથા પરિચિત સાધુ 2 સાધ્વીઓને વરસીતપનાં પારણાં પ્રસંગે કોઇ સારું પુસ્તક ભેટ આપવાની ઇચ્છા થઇ ત્યારે તેમણે કે કહ્યું કે–પુસ્તકો તો ઘણી જાતનાં છે પણ લેનારને લાગે કે અમને કોઈ ઉમદા ભેટ મળી છે' થી એવું જો ઇચ્છતા હોય તો યશોવિજયજીના સંગ્રહણીનું પુસ્તક ભેટ આપો. આ પુસ્તક બધી રીતે ? ઉત્તમ છે. સહુ સંમત થયા અને સાહિત્યમંદિર પાસેથી ૧00 પુસ્તકો ખરીદી તપસ્વી સાધુ- ર સાધ્વીઓને ભેટ આપ્યા. ભાવનગરના સુપ્રસિદ્ધ વિદ્વાન કુંવરજીભાઈ જેઓ વરસોથી સાધુ-સાધ્વીઓને ભણાવતા હે હતા. તેઓએ લખ્યું હતું કે ‘૪૦ વરસથી જે શંકાઓનું સમાધાન મને નહોતું થતું તે મુનિજીના માં ભાષાંતરથી થયું,' આ પ્રમાણે લખીને ઘણા ધન્યવાદ આપ્યા હતા. ભાવનગરથી ખાસ : પાલીતાણા આવી મુનિજીને શાબાશી આપી અને કર્મગ્રન્થ વગેરેનું ભાષાંતર આવી જ રીતે કરી શકે ૬ દેશો તો મોટો ઉપકાર થશે વગેરે ભાવના વ્યક્ત કરી હતી. ૮-૧૦ દૈનિક-સાપ્તાહિક પત્રોએ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy