SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 2 સંબોધી છે. કાય અર્થાત્ શરીર. નિગોદના જીવોનો સમાવેશ આ વનસ્પતિકાય (વનસ્પતિ : આ શરીર)માં જ થાય છે. * હવે નિગોદના સ્વરુપની બીજી થોડી ઝાંખી કરી લઈએ : નિગોદ એટલે અનંતા જીવોનું ભેગા મળીને મેળવેલું સર્વસાધારણ એક શરીર. માત્ર છે ક વનસ્પતિકાયમાં આ એક અતિવિચિત્રતા આપણને જાણવા મળે છે. આ જાણપણું કેવળજ્ઞાની આ તીર્થકરોના જ્ઞાન દ્વારા જ થઈ શકે છે. એક શરીરમાં રહેનારા નિગોદના અનંતા જીવો એક સાથે ક જ ઉત્પન થાય છે. તમામ જીવો પોતાના શરીરની રચના શ્વાસોશ્વાસ ગ્રહણ, તત્શરીર પ્રાયોગ્ય 2 આહારનું ગ્રહણ અને વિસર્જન બધું એક સાથે જ સમકાળે જ કરે છે. કેવી આ મહાદુઃખદ 25 અવસ્થા ! એક શરીરમાં અનંતા જીવો શી રીતે રહે? એ પ્રશ્ન થાય. તો જેમ એક ઓરડાના દીપકના તેજમાં અન્ય સેકડો દીપકનું તેજ સમાઈ જાય છે તેમ દ્રવ્યો– પુલના સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વભાવપરિણામની વિચિત્રતા એવી છે કે તે જીવો એકબીજામાં સંક્રમીને રહી શકે છે. A વાચકોને જાણીને આશ્ચર્ય થશે કે આવા સૂક્ષ્મ જીવોની વેદના કેવી હોય? શાસ્ત્રમાં તેનો જવાબ કે છે કે સાતમી નરકમાં રહેલા નારક જીવને જે વેદના હોય છે તેનાથી અનંતગણી વેદના તેમને વેર Rી હોય છે. એક શ્વાસોશ્વાસકાળમાં તો સત્તર વખત તેનાં જન્મ-મરણ થાય છે. આપણે સહુએ છે આ નિગોદનો આસ્વાદ અસંખ્ય વાર લીધો છે. પણ હવે ફરી ત્યાં જવું ન પડે માટે - આત્મજાગૃતિ રાખીએ! પ્રશ્ન-આપણી નજર સામે સાધારણ વનસ્પતિવાળી વસ્તુઓ કઈ કઈ છે? ઉત્તર–આમ તો અનેકાનેક વસ્તુઓ છે પણ અહીંયા સુપ્રસિદ્ધ એવાં જાણવા જરૂરી છે કે થોડાં નામ જણાવું. તમામ જાતનાં કંદમૂળ, સેવાલ, લીલ-ફૂલ, ફૂગી, બિલાડીના ટોપ, લીલી . - હળદર, ગાજર, લીલું આદુ વગેરે વગેરે વસ્તુઓ માત્ર સોયના અગ્રભાગ ઉપર રહેલી હોય તો તે તેમાં પણ અનંતા જીવો હોય છે. આ બધા જીવોની હિંસાથી બચવું એ ધર્માત્માનું પરમ - કાવ્ય છે. હજુ જૈન તાત્ત્વિક વિજ્ઞાનની બીજી મુખ્ય મુખ્ય આઠ-દશ બાબતો પણ જાણવા જેવી છે પણ લેખ લંબાવવો નથી એટલે તે બાબતો જતી કરી છે. બ્રહ્માંડ અપાર, અમાપ, અફાટ અને અગાધ રહસ્યોથી ભરેલું છે જેને પુરું જાણવાનું 26 જ્ઞાનીઓ માટે પણ અગમ્ય છે. અહીંયા ફક્ત જાણવા જેવી ચાર વાતો સંક્ષેપમાં જણાવી. મહા સુદિ-૧૩, વિ. સં. ૨૦૪૭, તા. ૨૮-૧-૯૧ -યશોદેવસૂરિ
SR No.022874
Book TitlePrastavana Sangraha
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2006
Total Pages850
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy